મહિસાગરના મોટા ખાનપુર આરોગ્ય કેન્દ્ર નજીક થી સરકારી દવાની બોટલો મળતાં ચકચાર

  • રોડની સાઈડ માંંથી આર્યન ફોલિક એસીડની 10 સિરપ મળી.
  • હાલ તપાસનો વિષય કે આ દવાની બોટલો કોણે નાંખી.
  • સરકારી દવાઓની બોટલો રસ્તા પરતી મળતા અહો આશ્ર્ચર્ય.

ખાનપુર,મહીસાગર જીલ્લાના મોટા ખાનપુર ગામે આરોગ્ય કેન્દ્રની નજીકમાંથી સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો છે. રોડની સાઈડમાં ખુલ્લામાંથી આયર્ન ફોલિક એસિડની નોટ ફોર સેલ લખેલ 10 જેટલી સિરપ મળી મળી આવી છે. આ બોટલને જોતા તેના ઉપર લખેલ એક્સપાયરી ડેટ નવેમ્બર 2024 સુધીની છે. એટલે કે તે હજી દોઢ વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય તેમ હતી. ત્યારે આ દવાઓ અહીંયા કોણ ફેંકી ગયું તે હાલતો તપાસનો વિષય બન્યો છે. સરકાર દ્વારા લોકોને વિના મૂલ્યે આરોગ્ય સેવાઓ મળી રહે તથા દવાઓ મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે ખાનપુરમાં સરકારી દવાઓ રસ્તા પર રઝળતી જોવા મળતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

સમગ્ર બનાવ અંગે ખાનપુર તાલુકા આરોગ્ય અધિકરી ડો.અલ્પેશ ચૌધરીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, અમે તાપસ હવે ચાલુ કરી છે. તાપસ આવે એટલે કહી શકાય કયા બેચ નંબરની છે. એ જીલ્લામાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવેલી છે અને PHC એ કોને ફાળવેલી છે. આશા અને FHWને કેટલો સ્ટોક ક્યારે આપેલ છે અને તેનો વપરાશ થયો કે ના થયો અને જો થયો હોય અથવા ના થયો હોય તો એ બેચ નંબરની દવા કોને આપી એ બાદ અમારે નિવેદન લેવા પડશે. આશાનું FHWનું દરેક સ્ટાફનું કે અમને આટલી મળેલી છે અને આટલી વપરાયેલી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ આખો રિપોર્ટ તૈયાર કરી PHCની છે કે શું છે એ કહીશ. જે દવાઓ છે એ ભેગી કરીને એક જગ્યાએ મુકાઈ દીધી છે એને જથ્થો મળેલો તેનો નાશ કે ગમે તે ના થાય લોક એન્ડ કીમાં મૂકી દીધી છે. આ દસ બોટલ છે, ફોટો મેં જોયો અને રૂબરૂ મેડિકલ ઓફિસરે કાઉન્ટ કરી તો 10 જેટલા બોટલ છે. તેટલા પેકેટ છે. તેઓને વધુ પૂછતાં જણાવ્યું હતું કે, આ આયર્ન ફોલિક એસિડની બોટલ હતી. જે 0 થી 5 વર્ષના બાળકોને અઠવાડિયામાં એકવાર પીવડાવવાની હોય છે.