કોલાર,કોંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ ડીકે શિવકુમારને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મંગળવારે બપોરે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની માલિકીના એરપોર્ટ પર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, એક પક્ષી હેલિકોપ્ટરની કોકપીટના કાચ સાથે અથડાયું, જેના કારણે આ નિર્ણય લેવો પડ્યો. મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા કોલાર જિલ્લાના મુલબાગલમાં એક જાહેર સભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
ડી કે શિવકુમારનું હેલિકોપ્ટર પક્ષી સાથે અથડાયું હતું. ઘટનામાં કેમેરામેન ઘાયલ થયા છે ત્યારે શિવકુમાર ચૂંટણી રેલી માટે જતા હતા, શિવકુમાર સુરક્ષિત પરંતુ કેમેરામેનને સામાન્ય ઇજા પહોંચી છે.કન્નડના રિપોર્ટર પણ ઘટના સમયે હેલિકોપ્ટરમાં હાજર હતા. ત્યારે કેમેરામાં પક્ષી અથડાવવાની ઘટના કેદ થઇ હતી.