કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર:સરકાર બન્યા બાદ બજરંગ દળ અને પીએફઆઇ જેવા સંગઠનો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે

  • અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.

બેંગ્લોર,ભાજપ બાદ કોંગ્રેસે પણ કર્ણાટક વિધાનસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવ્યા બાદ બજરંગ દળ અને પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું- ધર્મના નામે નફરત ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરશે. પાર્ટીએ દરેક પરિવારને ૨૦૦ યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે, જ્યારે પરિવારની દરેક મહિલા વડાને દર મહિને ૨ હજાર રૂપિયા આપવામાં આવશે.

યુવા મતદારોને આકર્ષવા પાર્ટીએ જાહેરાતો પણ કરી છે. આ અંતર્ગત બે વર્ષ માટે બેરોજગાર સ્નાતકોને દર મહિને ૩,૦૦૦ રૂપિયા અને ડિપ્લોમા ધારકોને ૧,૫૦૦ રૂપિયા પ્રતિ માસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓને રાજ્ય સરકારની બસોમાં મફત મુસાફરીનું વચન પણ આપવામાં આવ્યું છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જે વચનો આપ્યા છે તેમાં ગૃહ જ્યોતિ હેઠળ, કોંગ્રેસ કર્ણાટકમાં તમામ ઘરોમાં ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી આપશે.,કોંગ્રેસે ઘરની દરેક મહિલા વડાને રૂ. ૨,૦૦૦ આપવાનું વચન આપ્યું છે.ગરીબી રેખા નીચે(બીપીએલ) પરિવારના દરેક વ્યક્તિને દર મહિને ૧૦ કિલો અનાજ મળશે., યુવા નિધિ હેઠળ બેરોજગાર સ્નાતકોને દર મહિને રૂ. ૩,૦૦૦ અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને રૂ. ૧,૫૦૦ આપવામાં આવશે. કોંગ્રેસે રાજ્યભરની તમામ મહિલાઓને નિયમિત કેએસઆરટીસી બીએમટીસી બસોમાં મફત મુસાફરી આપવાનું વચન આપ્યું છે. નાઇટ ડ્યુટી કરતા પોલીસકર્મીઓને ૫૦૦૦ રૂપિયાનું વિશેષ ભથ્થું આપવાનું વચન આપ્યું હતું.દર વર્ષે દરિયામાં માછીમારી માટે ૫૦૦ લીટર ટેક્સ ફ્રી ડીઝલ આપવામાં આવશે. ૯૦ દિવસમાં કામ શરૂ કરવાનું વચન, કોન્ટ્રાક્ટમાં દર્શાવેલ સમયની અંદર કામ પૂર્ણ કરવાનું અને કોન્ટ્રાક્ટની સમયમર્યાદામાં કોન્ટ્રાક્ટરોના બિલોની પતાવટ કરવાનું વચન.૧૦૦૦ કરોડનું વરિષ્ઠ નાગરિક વેલફેર ફંડ બનાવવાનું વચન.પાંચ હજાર મહિલા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવામાં આવશે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ૨૫ હજાર નાગરિક કર્મચારીઓને નિયમિત કરવાનું વચન આપ્યું છે. દૂધ સબસિડી રૂ.૫ થી વધારીને રૂ. ૭ કરવામાં આવશે. ઘેટા-બકરા માટે ખેડૂતોની એક લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે.