
પટણા,બિહારમાં હાલમાં જાતીવાદી જનગણનાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. બિહાર સહિત દેશભરમાં આ જનગણનાના રાજકીય પ્રત્યાઘાતો આવી રહ્યાં છે. આ મુદ્દાને લઇને રાજકીય વર્તુળોમાં અનેક આરોપ-પ્રતિઆરોપ, દાવા-પ્રતિદાવા થઇ રહ્યાં છે. આ જ પાર્શ્ર્વભૂમિ પર રાજદ અર્થાત બિહારના સત્તાધારી પક્ષના પૂર્વ વિધાનસભ્ય યદુવંશકુમાર યાદવ દ્વારા કરવામાં આવેલ એક નિવેદનની ચર્ચા થઇ રહી છે. યાદવ દ્વારા કરવામાં આવેલ નિવેદન વાયરલ થતું હોવાથી ફરી એકવાર રાજકીય વાતાવરણ ગરમાયું છે.
યદુવંશકુમાર યાદવે બિહારના સુપૌલમાં પક્ષના કાર્યર્ક્તાઓ સાથે વાત કરતાં આ નિવેદન કર્યું છે. યાદવે કહ્યું કે બ્રાહ્મણ મૂળમાં ભારતીય નથી જ એવો દાવો કરતાં આ અંગે ડીએનએ પરિક્ષણ પણ થયુંછે એવો દાવો કર્યો હતો.
યદુવંશકુમાર યાદવે કહ્યું કે એક પણ બ્રાહ્મણ આ દેશનો નથી. આપડે આ દેશના મૂળ વતની છીએ. બ્રાહ્મણ મૂળે રશિયન છે. તેમનું ડીએનએન ટેસ્ટીંગ થયું છે. એક પણ બ્રાહ્મણ આ દેશનો નથી. તેઓ રિશયાથી અહીં આવ્યા, આપણી વચ્ચે ઝગડાં કરાવી આપડાં પર જ રાજ્ય કરી રહ્યાં છે. તેથી જે રીતે આ લોકોને રશિયામાંથી ભગાવવામાં આવ્યા છે તેવી જ રીતે આપડે એમને અહીંથી પણ ભગાવી દઇએ.
દરમિયાન રાજદ નેતાના આ નિવેદન પર તેમની જ સત્તાના મિત્ર પક્ષ એટલે કે સંયુક્ત જનતા દળ દ્વારા તેમના વિધાનની ટિકા કરવામાં આવી રહી છે. જદયુના પ્રવક્તા અભિષેક કુમારે આ અંગે કહ્યું કે, પરશુરામ રશિયામાંથી આવ્યા હતાં કે અન્ય કોઇ દેશમાંથી આ ચર્ચાનો વિષય છે. માત્ર ચર્ચામાં રહેલા અને પ્રસિદ્ધ થવા માટે આવા વિધાનો કરવામાં આવી રહ્યાં છે. રાજદએ આવા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ.