સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી સારુ પરિણામ આવ્યુ, વિદ્યાર્થીઓ ગરબા રમી ખુશી વ્યક્ત કરી

રાજકોટ,ગુજરાતના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે ધોરણ ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૨૩ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. ધોરણ ૧૨નું વિજ્ઞાન પ્રવાહનું ૬૬ ટકા પરિણામ જાહેર થયુ છે. જેમાં રાજકોટ શહેરનું પરિણામ ૭૧.૦૧ ટકા છે. જ્યારે રાજકોટ સદરનું પરિણામ ૮૩.૪૩ ટકા છે.

ઇતિહાસમાં પહેલી વાર એક જ મહિનામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આપી દેવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં વિજ્ઞાન પ્રવાહનું પરીણામ પરીક્ષાના દોઢથી બે મહીના બાદ આપવામાં આવતુ હતુ. જો કે આ વખતે વહેલા પરીણામ જાહેર થયુ છે. રાજકોટ જિલ્લામાં સારુ પરિણામાં આવતા શાળા સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વિદ્યાર્થીઓએ ગરબા રમીને પોતાની ખુશી વ્યકત કરી હતી અને એકબીજાને મોં મીઠા કરાવ્યા હતાં વાલીઓમાં પણ ખુશી છવાઇ ગઇ હતી.