શહેરા,મોરવા હડફ તાલુકાના મોરા ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં ઉનાળામાં મેઘરાજા મહેરબાન થતા લોકોને ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે મોરા ગામના મેઈન બજારમાં નવીન બનેલ કોમ્પ્લેક્સ પાસે પસાર થતા રસ્તા ઉપર બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
પંચમહાલ ના મોરવા હડફ તાલુકા વિસ્તારમાં વાતાવરણ માં પલટો આવવા સાથે વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું. જ્યારે મોરા ગામ સહીત આજૂબાજૂના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરવા સાથે લોકોને ગરમી માંથી રાહત મળી હતી. મોરા ગામના મેઈન બજારમાં ઉનાળા માં મેઘરાજા વધુ મહેરબાન થતા નવીન બનેલ કોમ્પ્લેક્સ પાસે પસાર થતા રસ્તા ઉપર બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ જતાં અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પાણી ભરાઈ ગયેલ રસ્તો દસ કરતા વધુ ગામ તરફ જતો હોવા સાથે વાહન ચાલકો ગમે તે રીતે અહીંથી પસાર થતા જોવા મળી રહ્યા હતા. હાલ ઉનાળા માં પડેલ કમોસમી વરસાદ થી રસ્તા પર બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હોય તેના જોતા આવનાર ચોમાસામાં શું પરિસ્થિતિ સર્જાશે તે તો જોવું જ બની રહ્યું છે. આ વિસ્તારમાં અચાનક આવેલા વરસાદના કારણે લગ્ન પ્રસંગ માટે બાંધવામાં આવેલા મંડપ પલડી જવા સાથે લોકો ભારે ચિંતિત થઈ ઉઠ્યા હતા. હાલ તો આ બદલાયેલા વાતાવરણ સાથે વરસાદ થતાં બાજરી સહીતના અન્ય પાકને લઈને ખેડુતો ચિંતિત થઈ ઉઠ્યા હતા.