ગુજરાત સ્થાપના દિન નિમિતે હાલોલ શહેરને મળેલ 181 અભયમ વાન

હાલોલ,ગુજરાત રાજ્યના 63 માં સ્થાપના દિન નિમિતે ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને ગૃહ વિભાગ તરફ થી પંચમહાલ અભાયમ ટીમને રેસ્કયુ વાનની હાલોલ ખાતે વધુ એક ભેટ મળી છે. હવે જિલ્લાની દુર્ગમ અને અંતરીયાળ વિસ્તારની પીડિત મહિલાઓને અભ્યમ ટીમ દ્વારા ત્વરિત મદદ માર્ગદર્શન અને બચાવની ઝડપી કામગીરીનો લાભ મળશે. આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તરફથી અભ્યમ વાનના શુભારંભ થી પંચમહાલ જિલ્લાની પીડિત મહિલાઓને ઝડપી સેવાઓ મળશે.

વધુમાં અભ્યમ સ્ટેટ પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલે સેવાઓ સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે હાલોલ ડી.વાય.એસ.પી. વી.જે.રાઠોડ દ્વારા આ વાનની ચાવી અભ્યમ ટીમને સોંપાઈ હતી. જ્યારે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. બુઢિયા દ્વારા ફ્લેગ ઓફ આપી અભ્યમમ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવીબેન ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર રવિરાજ સિંહ જાડેજા, હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, પ્રવીણસિંહ પરમાર વિગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા.