ગોધરા બાયપાસ હાઈવે બામરોલી ચોકડી પાસે વેગેનાર ગાડીએ અરટીગા ગાડીને ટકકર મારી પલ્ટી ખવડાવી દેતાં ચાલક અને મહિલાને સામાન્ય ઈજાઓ

ગોધરા,ગોધરા હાઈવે બાયપાસ રોડ બામરોલી ચોકડી પાસે વેગેનાર ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી અરટીગા ગાડીને ટકકર મારતાં બે પલ્ટી મારી ગયેલ ગાડીમાં સવાર ચાલક અને મહિલાને નાની-મોટી ઈજાઓ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા હાઈવે બાયપાસ રોડ બામરોલી ચોકડી પાસેથી પુરઝડપે વેગેનાર ગાડી નં.જીજે.17.બીએચ.6698ના ચાલકે હંકારી લાવી અરટીંગા ગાડીને ખાલી સાઈડે ટકકર મારતાં ગાડીએ પલ્ટી ખાઈ ગઈ હતી. જેને લઈ ગાડીમાં સવાર ચાલક દિક્ષીતભાઈ અમૃતભાઈ તથા પાર્વતીબેન રાયસીંગ બારીયાને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચાડી તેમજ સરકારી સીસી ટીવીના વિશ્ર્વાસ પ્રોજેકટના ઈન્સ્ટોલ કેમેરા તથા પોલને નુકશાન કરી ગાડી લઈ નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી.