દાહોદમાં આદિવાસીઓની જમીન પડાવી લેવા ભુમાફિયાઓ અધિકારીઓ પાસે યેનકેન પ્રકારે એન.એ. હુકમો કરવામાં સફળ રહેતા હોય ત્યારે આવા એન.એ. હુકમોની તપાસ જરૂરી.

ગોધરા,મોજે શહેર કસ્બાની નોંંધ નં.13076 વાળી મિલ્કતો મુળ આદિવાસીઓની ખુબ જ મોટા પ્રમાણની આવેલી છે. તે અંગે દાહોદના રે.સ.નં. 963/1 પૈકીની 1 હે.આર. ચો.મી.0-41-48 આકાર 2.66 વાળી જમીન 73 એ.એ.ની આવેલી હતી પરંતુ જે તે સમયે દાહોદ ખાતે ફરજ બજાવતા સુજલ મયાત્રા ઓએ પોતાની સહીથી સચિવ જીલ્લા પંચાયત કારોબારી સમિતી અને જીલ્લા વિકાસ અધિકારી દાહોદનાએ જા.નં.જી.પં.મહેસુલ/વશી/1398 તા.27/12/2017 હુકમમાં કોઈપણ જગ્યાએ આદિવાસીની નોંધ નં.13076 હુકમમાં કોઈ જગ્યાએ કરાવવામાં આવેલ નથી અને સુજલ મયાત્રા દ્વારા મોટાપ્રમાણમાં લાંચ રૂશ્વત લઈ દાહોદના ભુમાફિયાઓ વ્હોરા સમાજ તથા ધાંચી સમાજનાઓ પાસે મોટી મોટી લાંચ રૂશ્વતો લઈ સ્થળ તપાસ નહીં તથા રેવન્યુ નોંધ 13076 મુળ આદિવાસીઓની નહી કરી (1) ઈદરીશ અસગરભાઈ પીટોલવાલા, (2) મન્સુર ગુલામ હુસેનભાઈ કાગદીના મેળાપીપણાંમાં જેઓ દાહોદ ખાતે મોટામાં મોટા બિલ્ડરોને ખોટો હુકમ કરી આપેલ છે. જેમાં સરકારનું કરોડોનું પ્રિમીયમ તથા મહેસુલ વિભાગ આદેશોનું અકમાણ ભારપૂર્વક કરાવવામાં આવેલ છે. જેનો ડીએચડી-3510/25-39 બાબતે તપાસ થાય તેવી દાહોદના આદિવાસીઓની માંગો ઉઠવા પામેલ છે. જે યોગ્ય બાબતે ઝીણવટ ભરી તપાસ કરી શરતભંગ કરી કરાવી સરકારી રાહે કાર્યવાહી થાય.

આમ, આવી બીજી આદિવાસીઓની નોંધ નં.13076માં સુજલ મયાત્રા દ્વારા જાવક નંં.જી.પં.મહેસુલ/વશી/374 થી તા.15/02/2018 જેનો રે.સ.નં.963/2 પૈકી 1ની હે.આર.ચો.મી.0-30-35 આકાર રૂા.1-63માં પણ આદિવાસીઓની નોંધ નં.13076નો ઉલ્લેખ કરી કરાવવામાં કરવામાં આવેલ નથી. ડીએચડી/3510/29-39 થી પણ સુજલ મયાત્રા દ્વારા મોટાપ્રમાણની લાંચો લઈ રેવન્યુ રેકર્ડ તથા વહીવટી રુલ્શ વિરૂદ્ધનો હુકમ કરેલ છે. જેમાં પણ દર્શાવેલ ઈસમો દ્વારા કરોડોનું નુકશાન થાય છે. જેથી તેઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગો ઉઠવા પામેલ છે.

આમ, આવા પ્રકારની કાર્યવાહી કે બિનખેતીની કરતા પહેલા તમામ મુળ નોંધો સાથે રિપોર્ટ કરવાાના થાય છે. તેમજ બિનખેતી કરાવનાર પાસે સોગંદનામું સાથે ટોચ મર્યાદાનુંં લેવુંં પડે છે અને મુળના ખેડુત પુરાવા પણ ખેડુત અંગેના લેવાની સરકારશ્રીની જોગવાઈઓ હોય આવી કોઈ જોગવાઈઓ બિનખેતી હુકમો કરતાં પહેલા સુજલ મયાત્રા દ્વારા હુકમ કરાવનાર (1) ઈદરીશભાઈ અસગરભાઈ પીટોલવાલા તેમજ (2) મન્સુરઅલી હુસેનભાઈ કાગદી, (3) મન્સુર ગુલામ હુસેન કાગદી તેઓ મુળ ખેડુતો છે કે નહીં તે તપાસનો વિષય છે. અને આ ભુમાફિયા દાહોદમાં કયા કયા વિસ્તારોમાં સરકારહિત નુકશાની કરતી જમીનો ધરાવે છે. જો જીલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી દાહોદ આ બાબતે યોગ્ય તપાસ કરે તો કેટલાક ઈસમો સરકારને નુકશાન કરનારાઓ અને બિનખેડુતો દાહોદ ખાતે મળી આવે તેમ છે. આમ, ભુમાફિયાઓ તથા મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓના તમામ પ્રકારની ગેરરીતિઓ તપાસ દરમિયાન અનેક મળી આવે તેમ છે. પરંતુ કેટલા દાહોદના ભુમાફિયાઓ દ્વારા મુળના જો કોઈપણ મહેસુલી રાહે કાર્યવાહી કોઈપણ પ્રકારની થાય તો ખેડુતો પુરાવા રજુ થાય તો કેટલા બિનખેડુતો દાહોદ ખાતે બહાર આવે તેમ છે. આ આવી પ્રકારની આદિવાસીઓની જમીનોમાં ભુમાફિયાઓ દાહોદ થી પંચમહાલ સુધી જમીનો લે-વેચ કરી કરાવી અનેક પ્રકારની શતરંજની ચાલો ચાલી ખોટા ખોટા હુકમો દાહોદ રેવન્યુ વિભાગમાં થાય તેવી જોરશોરમંાં ચર્ચાઓની પણ ચર્ચા દાહોદ ખાતે અવારનવાર કાને આવે છે. પરંતુ જો મહેસુલ વિભાગ વિજીલન્સ ગાંધીનગરની ખોટા હુકમો ગેરરીતિઓ તપાસ કરવાની સરકાર દ્વારા આપવામાં આવેલ છે. આ તપાસની વિગતો જીલ્લા કલેકટર દાહોદ કરી કરાવી સરકારનું નુકશાનની ભરપાઈ કરાવશે કે કેમ તે જોવાનું રહ્યું.