દાહોદ,ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના 85 વર્ષિય વૃદ્ધ વ્યકિતનુ કોરોનાથી મુકત થયાના કલાકોમાં જ મોત નીપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ કોરોના સંક્રમિત દર્દી છેલ્લા 9 દિવસથી દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના વ્યકિત પણ કોરોના સંક્રમિત આવતા તેઓને પણ સારવાર હેઠળ મુકવામાં આવ્યા હતા. કોરોના સંક્રમિત દર્દીઓના ટેસ્ટ સેમ્પલ માટે મોકલ્યા હતા. જે પૈકી ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના વૃદ્ધા કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ કોરોના મુકત થયા હતા. વૃદ્ધ સવારે કોરોના મુકત થયા બાદ સાંજે એકોએક તેમનુ ઓક્સિજન લેવલ ડાઉન થતાં તેઓનુ મોત નીપજયું હતુ. ઉલ્લેખનિય છે કે, મોટાનટવા ગામના 85 વર્ષિય વૃદ્ધ 20 એપ્રિલના શ્ર્વાચ્છોશ્ર્વાસની બિમારીથી પીડિત થતાં તેઓને અત્રેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તેમના કોરોનાના રિપોર્ટ કરતા તેઓ કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા હોવાનુ સામે આવ્યુ હતુ. તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ કોરોના મુકત થયા હતા.