વિરપુર-બાલાસિનોરના માર્ગ ઉપર સ્પીડ બ્રેકર ન હોવાને લઈ અકસ્માતોનુ જોખમ

વિરપુર,વિરપુરથી બાલાસિનોર માર્ગ ઉપર યોગેશ્ર્વર પાર્ક, મહાલક્ષ્મી સોસાયટી, એમજીવીસીએલની ઓફિસ, બેંક ઓફ બરોડા સહિત અન્ય બે ખાનગી બેંક,દુકાનો, તથા શાળા આવેલી છે. જેને કારણે મોટી સંખ્યામાં વાહનો સાથે લોકોની અવર જવર રહેતી હોય છે. વિરપુરથી બાલાસિનોરનો મુખ્ય માર્ગ હોવાથી ભારદાર વાહનોની અવર જવર વધુ હોય છે. વાહનચાલકો પોતાના વાહનો ફુલ સ્પીડે અને બેફામ રીતે હંકારતા હોય છે.

જેને કારણે અકસ્માતની ધટનાઓ બનતી હોય છે. જેમાં ભુતકાળમાં લોકોને નાની મોટી ઈજાઓ તો કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાના અકસ્માતોના કિસ્સાઓ બનેલા છે. બે દિવસ પહેલા રસ્તો ક્રોસ કરતા એક રાહદારીને ફુલ સ્પીડે આવતા ટ્રેકટરના ચાલક દ્વારા કચડીને મોતને ધાટ ઉતાયો હતો. જેને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાહનચાલકો પોતાના વાહનોની સ્પીડ ઓછી કરે તે માટે ચાર રસ્તા પર વહેલી તકે સ્પીડ બ્રેકર મુકવાની માંગ ઉઠવા પામી છે.