નવીદિલ્હી,એપ્રિલ મહિનાનો આજે છેલ્લો દિવસ છે. કાલ એટલે કે સોમવારથી નવા મહિનાની સરૂઆત થઈ જશે. નવા મહિનામાં બેન્ક ની રજાનું લિસ્ટ પણ સામે આવી ચુક્યુ છે. આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર બેંકોની રજાનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આરબીઆઈના લિસ્ટ પ્રમાણે મે મહિનામાં બેન્ક ૧૨ દિવસ માટે બંધ રહેવાનું છે. મહિનાની શરૂઆત પણ રજાની સાથે થવાની છે. તેમાં કેટલીક રજાઓ દેશભરની બેન્ક પર લાગૂ થાય છે તો કેટલીક રાજ્ય અને ક્ષેત્ર વિશેષ પર. આ ૧૨ દિવસની રજામાં ૪ રવિવાર અને ૨ શનિવારની રજા પણ સામેલ છે.
મેમાં અલગ-અલગ તક પર કુલ ૧૨ દિવસ બેન્ક બંધ રહેશે. તેમાં ૬ દિવસ તહેવારો, દિવસ અને જયંતિને કારણે બેન્ક બંધ રહેશે તો ૪ રવિવાર અને ૨ શનિવારે દેશભરમાં બેંકોની રજા હોય છે. મે મહિનાની શરૂઆત રજાની સાથે થઈ રહી છે. તેમાં ૧ મેએ મજૂર દિવસ પર દેશભરમાં બેન્ક બંધ રહેશે. આ સિવાય મેમાં મહારાષ્ટ્ર દિવસ, બુદ્ધ પૂર્ણિમા , મહારાણા પ્રતાપ જયંતીના અવસરે બેંકમાં રજા રહેશે. તમને જણાવી દઈએ કે બેંકોની રજા અલગ-અલગ ઝોન પ્રમાણે અલગ-અલગ હોય છે.
તારીખ બંધનું કારણ
૧ મે ૨૦૨૩ મહારાષ્ટ્ર દિવસ/મે દિવસ બેલાપુર,બેંગ્લોર,ચેન્નાઈ,ગુવાહાટી, હૈદરાબાદ, કોચી, કોલકાતા,મુંબઈ, નાગપુર, પણજી, પટના અને ત્રિવેન્દ્રમ
૨ મે ૨૦૨૩ કોર્પોરેશન ચૂંટણી શિમલા
૫ મે ૨૦૨૩ બુદ્ધ પૂર્ણિમા અગરતલા,આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, મુંબઈ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર
૭ મે ૨૦૨૩ રવિવાર દેશભરમાં બેન્ક બંધ
૯ મે ૨૦૨૩ ટાગોર જયંતી કોલકત્તા
૧૩મે ૨૦૨૩ બીજો શનિવાર
દેશભરમાં બેન્ક બંધ
૧૪ મે ૨૦૨૩ રવિવાર
દેશભરમાં બેન્ક બંધ
૧૬ મે ૨૦૨૩ સ્ટેટ ડે ગંગટોક
૨૦ મે ૨૦૨૩ ચોથો શનિવાર
દેશભરમાં બેન્ક બંધ
૨૧ મે ૨૦૨૩ રવિવાર
દેશભરમાં બેન્ક બંધ
૨૨ મે ૨૦૨૩ મહારાણા પ્રતાપ જયંતિ શિમલા