ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો:મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાને ૨૬ અઠવાડિયાના ગર્ભને ગર્ભપાતની મંજૂરી

અમદાવાદ,સુરતની દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે રાહત આપી છે. સુરતની મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કોર્ટમાં કરેલી અરજીને કોર્ટે મંજૂર કરી છે. પીડિતાની ઉંમર ૨૩ વર્ષ છે અને હાલ તેને ૨૬ અઠવાડિયાનો ગર્ભ હોવાની રજૂઆત કરાઈ હતી. પીડિતા માનસિક અસ્થિર અને પિતાની માનસિક સ્થિતિ સારી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો હતો. અરજીમાં એ વાત પણ કરાઈ હતી કે પીડિતા કે તેનો પરિવાર બાળકની જવાબદારી લઈ શકે તેમ નથી, માટે ગર્ભપાતની મજૂરી આપવા આવે.

આ મામલે મેડિકલ તપાસના રિપોર્ટ બાદ હાઇકોર્ટ તરફથી ગર્ભપાતની મંજૂરી અપાઈ છે. પીડિતા પર તેના પિતાના મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. મિત્રની દીકરીને પીંખનાર આરોપી હાલ જેલ હવાલે છે. ૨૬ અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતને મંજૂરી આપવાનો ગુજરાત હાઇકોર્ટનો આ પ્રથમ નિર્ણય છે.

સુરતની ૨૩ વર્ષીય મનોદિવ્યાંગ યુવતી પર તેના જ પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને પેટમાં દુખાવો ઊપડતા યુવતીની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ યુવતીને ૬ મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. યુવતીનો ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે. હવે હાઇકોર્ટના ઓર્ડર પર જ બે જિંદગીનું ભવિષ્ય છે.

વકીલના જણાવ્યા પ્રમાણે યુવતીના પિતા પણ માનસિક અસ્વસ્થ અને યુવતી પ્રેગ્નન્સીનું વહન કરવાની સ્થિતિમાં નથી, એક્ઝામિનેશન કર્યા બાદ ડોક્ટરે કહ્યું હતું કે, યુવતી સ્ટેબલ માઇન્ડમાં નથી. આમ જે વ્યક્તિ પોતાનું યાન રાખી શક્તી નથી તે બાળકનું યાન કેવી રીતે રાખશે?

હાઇકોર્ટે આ મુદ્દે નોટિસ આપીને સુરત સિવિલ હોસ્પિટલને યુવતીનું મેડિકલ એક્ઝામિનેશન કરવા કહ્યું છે. હોસ્પિટલના સાયક્યાટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. હાઇકોર્ટ દ્વારા ૧ મેના રોજ રિટર્નેબલ તારીખ નક્કી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, મેડિકલ ટમનેશન પ્રેગ્નન્સી એક્ટ અંતર્ગત ૨૦ સપ્તાહ સુધીના ગર્ભપાતની જ મંજૂરી છે. આ સ્પેશિયલ કેસમા હાઇકોર્ટની મંજૂરી માગવામાં આવી છે. હાઇકોર્ટ મેડિકલ રિપોર્ટ બાદ નિર્ણય લેશે.

સુરતના પાલ આભૂષણ રેસિડેન્સીમાં રહેતા નવીન દામજીભાઈ ડાવરાએ મિત્રની જ મનોદિવ્યાંગ દીકરી પર દાનત બગાડી હતી. મિત્રતામાં અવારનવાર ઘરે આવતા નવીને એકલતાનો લાભ લઈ મિત્રની ૨૩ વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, આ ઘટના બાદ જમવાનું લેવાની લાલચ આપી પ્રાઈમ આર્કેડની પાછળ ગાર્ડનમાં લઈ જઈ ત્યાં પણ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

દુષ્કર્મ પર દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભવતી બનાવી દીધી હતી. છ મહિના બાદ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા આખો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાને પગલે યુવતીના પિતાએ રાંદેર પોલીસ મથકમાં ૧૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી નવીનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવીન અવારનવાર મિત્રના ઘરે આવતો હતો. એકાદ વર્ષ અગાઉ નવીન જ્યારે ઘરે આવ્યો ત્યારે કોઈ હાજર નહોતું અને મિત્રની ૨૩ વર્ષની દીકરી ઘરમાં એકલી સૂતી હતી. આ તકનો લાભ ઉઠાવી ઘરમાં સૂતેલી દીકરી સાથે બળજબરી કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી યુવતીએ આ વાતની જાણ કોઈને કરી ન હતી.ત્યારબાદ છ-સાત મહિના અગાઉ પણ ફરીથી યુવતીને મિત્રના ઘરે આવી ‘જમવાનું લેવા જવું છે અને દીકરીને સાથે લઈ જઉં છું’ તેમ કહીને અડાજણમાં પ્રાઈમ માર્કેટની પાછળ આવેલા એક ગાર્ડનમાં લઈ ગયો હતો. ત્યાં પણ યુવતીને ધમકાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંયો હતો. ત્યારબાદ નવીન ફરાર થઈ ગયો હતો. પરંતુ છ મહિના પહેલાંની ઘટના બાદ યુવતીને અચાનક પેટમાં દુખાવો થતાં તેને તેના પિતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં દીકરી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ યુવતીએ સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જણાવ્યું હતું. પરિવારજનોએ આ ઘટના અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે પોલીસે સ્મીમેર હોસ્પિટલ પહોંચી યુવતીનું નિવેદન લીધું હતું.