મુંબઇ,મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ ભાજપ અને એનસીપી પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિક વિવાદ અને મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી હલચલ વચ્ચે તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એનસીપી પર તંજ ક્સતા કહ્યું કે દિવસમાં સપના જોવાનો બધાને અધિકાર છે.
નાના પટોલેએ કહ્યું કે જનતા મુખ્યમંત્રી હોય છે એ જેને ઈચ્છે તેને પોતાના રાજ્યના સીએમ બનાવશે. તેમનું કહેવું છે કે જે કોઈ પણ ભાજપનો વિરોધી હશે તે કોંગ્રેસ સાથે છે. કોંગ્રેસ જ દેશ અને મહારાષ્ટ્ર માટે પર્યાય છે. તેમણે સવાલ કર્યો કે આખરે આજથી જ મુખ્યમંત્રી કોના હશે એ વાત પર ચર્ચા કેમ કરવામાં આવી રહી છે.
હકીક્તમાં, મહારાષ્ટ્ર સરકારના પડવાની અટકળો વચ્ચે એનસીપી પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે મહારાષ્ટ્રમાં આગલા મુખ્યમંત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ભવિષ્યમાં એનસીપી સૌથી મોટી રાજનીતિક પાર્ટી બનીને સામે આવશે.
શિવસેનાના ૧૬ ધારાસભ્યોની યોગ્યતાને લઈને સુપ્રીમ કોર્ટની બંધારણિય પીઠનો નિર્ણય આવવાનો બાકી છે જે ગયા વર્ષે બગાવત કરી શિંદે જૂથમાં આવી ગયા હતા. આ ધારાસભ્યોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે. એવામાં મહારાષ્ટ્ર સરકારના પડવા અને શિંદેના સીએમ પદ જવાની અટકળો લગાવવામાં આવી રહી છે. તદ્દપરાંત સંજય રાઉત પણ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે શિંદે અને ભાજપવાળી સરકાર વધારે દિવસ ચાલવાની નથી.