શ્રીનગર,જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના રામબન જિલ્લામાં સુરક્ષા દળોએ સોમવારે એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો અને હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે એક બાતમીના આધારે તેમની ટીમે સુરક્ષા દળો સાથે મળીને ખારી તહસીલના બુરજાલા જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં આતંકવાદી ઠેકાણાઓમાંથી હથિયારો, દારૂગોળો અને સંબંધિત સામગ્રી મળી આવી હતી.
તેમણે કહ્યું કે, જે વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તેમાં બે રાઈફલ ગ્રેનેડ, એક યુબીજીએલ થ્રોઅર, બેટરી વગરેનો એક વાયરલેસ એન્ટેના, વાયર સાથેના બે આઇઇડી,વાયર સાથે એક ડિટોનેટર ટાઇપ, ૧૭ એકે૪૭ કારતૂસ, સાત ૯ એમએમ કારતુસ, ગ્લિસરીન જેવા પ્રવાહીનો સમાવેશ થાય છે. ખાકી જેકેટ અને કાળા ચામડાના જૂતા મળી આવ્યા હતા. વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.