કોરોના વાઈરસના કારણે ઘણાં ભાગોમાં લોકડાઉન જેવી સ્થિતિ અને જાહેર સ્થળોએ અનેક પ્રતિબંધોથી કંટાળેલા લોકોની ધીરજ ખુટતી નજરે આવી રહી છે. આવું જ કંઈ રશિયામાં જોવા મળ્યું જ્યારે કોરોનાના પ્રતિબંધોથી કંટાળેલા લોકો આ પ્રતિબંધોના વિરોધ માટે લોકો મેટ્રોમાં કિસ કરવા લાગ્યા.
રશિયાના શહેર યેકટેરિનબર્ગમાં ચાલી રહેલી મેટ્રોમાં ઘણાં કપલ્સે કિસ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમાંથી કેટલાંક લોકોએ કહ્યું કે, અમારો હેતુ ના તો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો છે અને ના તો કોઈ જાહેર સેવાને ખરાબ કરવાનો છે. ખરેખર ઘણાં મ્યૂજિશિયન્સ એવા છે જે કોરોનાના આ પ્રતિબંધો સામે બોલી રહ્યાં છે. અમારો વિરોધ આ પ્રતિબંધો સામે છે અને અમે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી પૂર્ણ સમર્થન કરીએ છીએ.
આ ગૃપ સાથે જોડાયેલા લોકોએ વધુમાં કહ્યું કે, સરકારના હિસાબે વાઈરસનો ખતરો કોન્સર્ટ્સ અને રેસ્ટોરેંટ્સમાં વધારે છે અને તે માટે નાઈટક્લબ્સ અને ઈવનિંગ શોમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે લોકો મેટ્રોમાં ભીડમાં મુસાફરી કરી રહ્યાં છે પરંતુ સરકારને તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે આવા મામલામા ઈન્ફેક્શનનો ખતરો વધારે છે.
ઉલ્લેખનિય છે કે, કોરોનાના કારણે દુનિયાભરમા મ્યૂઝિક અને નાઈટ લાઈફ સેક્ટરની સ્થિતિ ખુબ ખરાબ છે. ગત વર્ષે યૂનાઈટેડ કિંગ્ડમ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી 11%નો ગ્રોથ કરી રહી હતી અને તે UKની ઈકોનોમીમા લગભગ 6 બિલિયન પાઉન્ડનું યોગદાન આપે છે. પરંતુ આ વર્ષે મહામારીના કારણે માત્ર 3 બિલિયન પાઉન્ડનું યોગદાન મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીએ ઈકોનોમીમાં આપ્યું છે.