સુરત,ખોટી ટેવો હંમેશા વિનાશ નોતરે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરત શહેરમાં સામે આવી છે. એક વ્યક્તિને દારૂ પીવાની ટેવ ખૂબ જ ભારે પડી હોવાનું સામે આવ્યું છે. જેના લીધે આ વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ વ્યક્તિએ દારૂના નશામાં એસિડ ગટગટાવી લેતાં મોત નિપજ્યું છે. ઘટનાને પગલે પાંડસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની છે. જ્યાં ૪૮ વર્ષીય પુરુષે દારૂના નશામાં એસિડ ગટગટાવી લીધું હતું. જે બાદ આ વ્યક્તિની તબિયત લથડી હતી. જેના લીધે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. દારૂ પીવાની ટેવના લીધે આ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતક યુવકનું નામ વસંત રાજારામ માંગલે હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, કોરોનામાં નોકરી છૂટી જતાં આ વ્યક્તિ દારૂ પીવાની લત લાગી હતી. કોરોના સમયે નોકરી જતી રહેતાં આ વ્યક્તિને દારૂ પીવાની ખોટી ટેવ લાગી ગઇ હતી. જે બાદ તે સતત દારૂ પીતો હતો. જે ટેવના લીધે આખરે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દારૂના નશામાં આ વ્યક્તિ એટલો ચૂર થઇ ગયો હતો કે તેણે એસિડ ગટગટવી લીધું હતું. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.