અમદાવાદ,રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એકના એક પુત્ર અનુજ પટેલને રવિવારે બપોરે બ્રેઇન સ્ટ્રોક આવતા કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે અનુજ પટેલને વધુ સારવાર માટે મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યા છે. એર એમ્બ્યુલન્સ મારફતે તેઓને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અહીં અનુજ પટેલની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાય છે. એ યાદ રહે કે નુજ પટેલની ખબર અંતર પૂછવા આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કે.ડી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સવારે હોસ્પિટલ પહોંચ્યા હતા અને અનુજ પટેલની સાથે તેઓ પણ મુંબઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. બાદમાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેઓની સારવાર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે.ડી. હોસ્પિટલમાં ચાલી રહી હતી. પરંતુ આજે વધુ સારવાર માટે અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શિટ કરાયા છે. બીજી તરફ પુત્રની નાદુરસ્તીને કારણે જામનગરમાં સ્થાપના દિવસની થનારી ઉજવણીમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં ન હતાં.
અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે.