મુંબઈ,કંગના રનૌત બોલીવુડની તે અભિનેત્રીઓમાં સામેલ છે જે પોતાનો બેબાક મત મૂકવા માટે જાણીતી છે અને પોતાની ટ્વીટ અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી હોબાળો મચાવતી રહે છે. હાલ કંગના પોતાની અપકમિંગ પીરિયડ ડ્રામા ફિલ્મ ઈમરજન્સીની રિલીઝની તૈયારીઓમાં વ્યસ્ત છે. દરમિયાન એક્ટ્રેસ રવિવારે હરિદ્વાર પહોંચી હતી. આ દરમિયાન તેણે કાલી મંદિરમાં દર્શન કર્યા અને ગંગા આરતી પણ કરી. પોતાની આ વિઝીટ દરમિયાન તેમણે અપકમિંગ ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પર પણ પ્રતિક્રિયા આપી.
કંગના રનૌતે કહ્યુ, ચૂંટણીને લઈને લોકોમાં ખૂબ ઉત્સુક્તા છે પરંતુ ૨૦૨૪માં તે જ થશે જે ૨૦૧૯માં થયુ હતુ. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએએ ૩૫૩ બેઠકો જીતી હતી અને સત્તામાં વાપસી કરી હતી.
કંગના રનૌત પણ પહેલા ઘણા અવસરો પર ભવિષ્યમાં ચૂંટણી લડવાના સંકેત આપી ચૂકી છે. તમિલ એક્ટ્રેસથી રાજનેતા બનેલા જયલલિતા પર બનેલી ફિલ્મ થાઈલવીના પ્રમોશન દરમિયાન કંગનાએ કહ્યુ હતુ કે જો તેમના ચાહકો ઈચ્છે છે તો તેઓ નક્કી રાજકારણમાં સામેલ હોવાનું પસંદ કરશે.