દે.બારીયા,ગુજરાત રાજ્યમાં 1894 થી મધ્યાહન ભોજન યોજના કાર્યરત છે. આ યોજના ચાલુ થવાથી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં ભણવાનું હોંશ વધ્યો હતો અને ડ્રોપ આઉટમાં પણ કમી જોવામાં આવી હતી. આ યોજના ગુજરાત રાજ્યમાં માધવસિંહ સોલંકીના સમય દરમિયાન શરૂ કરવામાં આવી હતી. જેથી આ યોજના કોંગ્રેસની છે. તેથી આ યોજના એઅ અને આ યોજનામાં કાર્ય કરતાં કર્મીઓએ વિરોધ નો સામનો પણ કરી રહ્યા છે. આ યોજના ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 60 : 40ના ધોરણે કરી રહી છે. પરંતુ તેમાં પણ ધણા કૌભાંડો થઈ રહ્યા છે. કેન્દ્રનો અનાજનો જથ્થો વિના મુલ્યનો જ્યારે જયારે રાજ્યનો મુલ્યવાળા તેમાં પણ બે વિભાગ 1 થી 5નો ધઉં, ચોખાનો જથ્થો વિના મુલ્યેનો આવતો હોય છે. તે કેન્દ્ર સરકાર ભોગવે છે. આ કેન્દ્રનો જથ્થો 6 થી 7 ધોરણમાં વાપરવામાં આવતો હોય છે. આવા અનેક ઉદાહરણો છે. જેના કારણે આ યોજનાનો વિરોધ છે.
તા.8/2/2018ના રોજ મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને મળેલી મધ્યાહન ભોજન યોજના રાજ્યકક્ષાની સ્ટિચરીંગ કમિટીની જીલ્લાકક્ષાની નાયબ કલેકટર (મ.ભ.યો.)ની કામગીરી હવે થી જીલ્લાના પુરવઠા અધિકારીઓને સુપ્રત કરાઈ છે. આ નિર્ણય કરાયો હતો. જેના અંતર્ગત મધ્યાહન ભોજન યોજના કમિશ્ર્નર કચેરીના તા.12/02/2018ના પરિપત્ર મુજબ હવેથી જીલ્લાઓના પુરવઠા અધિકારીઓને સુપ્રત કરાઈ છે. આ નિર્ણય કરાયો હતો. જેના અંતર્ગત મધ્યાહન ભોજન યોજના કમિશ્ર્નર કચેરીના તા.12/02/2018ના પરિપત્ર મુજબ જીલ્લાકક્ષાની તમામ 31 જગ્યાઓને રદ કરાઈ છે. તો શું ? ધીમે ધીમે આ યોજનાને બંધ તો કરી નહીં દેવામાં આવે ને તે પ્રશ્ર્ન મધ્યાહન ભોજન યોજનામાં વર્ષોથી માનદ વેતન ઉપર ફરજ બજાવી રહેલા કર્મીઓમાં ભય સતાવી રહ્યો છે. કલેકટરોની જગ્યા રહે છે. આવનારા સમયમાં નાયબ મામલતદારોની જગ્યા પણ રદ થઈ શકે છે. છેલ્લા ધણાં વર્ષોથી નાયબ મામલતદારો બે-બે, ત્રણ-ત્રણ ચાર્જ સંભાળી રહ્યા છે. જેથી હવેથી નાયબ કલેકટરો અને નાયબ મામલતદારોના કાર્યભારમાં ધરખમ વધારો થવા જઈ રહ્યો છે. આ યોજનાના કારણે સાક્ષરતામાં વધારો થવા પામ્યો છે. આ યોજના લુપ્ત તો નહીં થાય તે યક્ષ પ્રશ્ર્ન છે શું ? ખબર કે સંચાલક કમ કુક થી રસોઈયાની જગ્યા રહેશે કે શું ? કે પછી હેલ્પરથી જગ્યામાંં કાપ મુકાશે તે તમામ સવાલોનો જવાબ આપનારા શૈક્ષણિક સત્રમાં જાણવા મળે તો નવાઈ નહીં.