વીરપુર ગ્રામ પંચાયતના બાઝુમો જાડી જંગલ વિસ્તારમાં કાદવ કીચડ વચ્ચે રહેવા મજબુર

વીરપુર,વીરપુર ગ્રામ પંચાયતની બાઝુમો જાડી જંગલથી ઘેરાયેલા વિસ્તારમો કાદવ કીચડની વચ્ચે સ્થાનિકો રહેવા મજબુર છે. ત્યારે રોજબરોજ પબ્લિકની વચ્ચે આત્મીયતાથી રહેતા ભૂંડ પણ કાદવને ઉથલ પાથલ કરી રોજ નવી બદબુનો આનંદ લઈ રહ્યા છે. ત્યારે આ બાબતે ગ્રામ પંચાયતના વહીવટદારને પૂછતાં જણાવેલ કે કોઈ સ્વચ્છતા વેરો ભરવા તૈયાર નથી. સ્થાનિકો ગંદકી વચ્ચે રહેવા લાચાર છે, કચરા પેટીના શોભાના ગાંઠિયા સમાન સાધનો કાટ લાગવાથી કટાઈ જતા કચરામો ભળી જાય તો નવાઈ નહિ, ખુલ્લી ગટરોનું પાણી જાણે જલ ગંગા વહેતી હોય તેમ અવિરત વહે છે. આ રસ્તો દરગાહ જવાનો મૂળ રસ્તો બંધ થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાણી ભરાતા કાદવ કીચડથી સ્થાનિકોનું આરોગ્ય જોખમાય તો નવાઈ નહિ સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોઈ ત્યારે તંત્ર પણ આંખ આગળ આડા કાન કરી રહ્યું. ત્યારે વારંવાર ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ બદલાવ ના આવતા સ્થાનિકોમો રોષ જોવા મળ્યો છે. ચૂંટણી ટાણે મસમોટા બણગા ફૂંકીને વિકાસના નામે પાયાવિહોણા મોટા દાવા કરવામો આવે છે. પરિણામ જેસે થે ખોખલા દાવા કરી જનતાને મૂર્ખ બનાવવાની ફરિયાદો લોખમુખે ચર્ચાઈ છે. સ્થાનિકોએ વધુમોં જણાવ્યું કે, વહેલી તકે કાયમી ધોરણે ગંદકી દૂર નહિ કરવામો આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ અગર આંદોલન કરતા ખચકાઈશું નહિ, તેવી પણ ઉગ્ર ચિમકી આપી હતી.