સંતરામપુર ખાતે હોમગાર્ડ યુનિટની ઓફિસનો શુભારંભ કરાયો

સંતરામપુર,હોમગાર્ડ યુનિટ સંતરામપુરની નવી ઓફિસનું શુભારંભ કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત સંતરામપુર પી.આઈ. કે.કે. ડિંડોર તથા મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ભૂમિરાજસિંહ સાથે તથા નગર શેઠ ધુલજીભાઈ ગડીયા તથા જેકીભાઈ ભોઈ તથા વનરાજસિંહ સહિત ઉપસ્થિત રહ્યા હતા. એની સાથે હોમગાર્ડ કચેરી સંતરામપુર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100મા મન કી બાતનો કાર્યક્રમ હોમગાર્ડ જવાનો સાથે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું.