ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત ગ્રામ પંચાયત મંત્રી(તલાટી કમ મંત્રી)ની પરીક્ષાને લઇ પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા.

મહિસાગર,મહિસાગર જિલ્લામાં વિવિધ તાલુકાના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષાની લેખિત પરીક્ષા આગામી તા. 7 મી મે 2023ના રોજ સવારે 12.30 કલાકથી બપોરના 13.30 કલાક સુધી યોજાનાર છે.

જિલ્લાની ભૌગોલિક પરીસ્થિતિને ધ્યાને લેતાં જિલ્લામાં પરીક્ષા વિવિધ શાળાઓ/કોલોજો ખાતે લેવાશે. પરીક્ષા સ્વચ્છ અને શાંત વાતાવરણમાં લેવાય, વિશ્ર્વસનીયતાનું વાતાવરણ સર્જાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, પરીક્ષા સંચાલકો સરળતાથી ફરજ બજાવી શકે અને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તથા કોઇ ખલેલ ન પડે તે હેતુસર જે તે પરીક્ષા કેન્દ્રના સ્થળોએ પ્રતિબંધિત હુકમો ફરમાવેલ છે.

જિલ્લાના જુદા જુદા તાલુકાના તમામ જે કેન્દ્રોમાં પરીક્ષા યોજાનાર છે તે પરીક્ષા કેન્દ્રોની અંદર તથા તેની આસપાસ 200 મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યકિત પરીક્ષા દરમ્યાન મોબાઇલ ફોન/ પેજર/ સેલ્યુલર ફોન / કોર્ડલેસ ફોન/કેલ્યુલેટર/સ્માર્ટ વોચ/ટેબલેટ/સ્માર્ટ પેન કે અન્ય કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ અને અનઅધિકૃત લેખન સામગ્રી સાથે લઈ જઈ શક્શે નહિ.કે સાથે રાખી શકશે નહિ અથવા તેના ઉપયોગ પર પ્રતિબંધ છે.

પરીક્ષા સમય દરમિયાન પરીક્ષાના કેન્દ્રોના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકત્ર થવું અથવા ભેગા થવું નહી, સુત્રો પોકારવા નહી, સરઘસ અથવા રેલી કાઢવી નહીં, પથ્થર કે અન્ય પદાર્થ લઇ જવા નહી. તથા પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટર સુધીની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન કે અન્ય કોપીયર મશીન ચાલુ રાખવા નહિ.પરીક્ષાના દિવસે વિજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પરીક્ષાના દિવસે વીજ લાઈન ધરાવતી જગ્યાએ કે તેની આસપાસ ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવે છે.

પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે માઇક/ મ્યુઝીક/લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે.