સંતરામપુરના બેટ વિસ્તારોની મંત્રી કુબેરભાઈ ડીંડોરે બોટ મારફતે મુલાકાત આગામી યોજના માટે માહિતગાર કર્યા

મલેકપુર,આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રો. ડો. કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં માનગઢ હેરિટેજ એન્ડ ટ્રાયબલ ટુરિઝમ પ્રોજેક્ટ અંતર્ગત સંતરામપુર વિધાનસભાના સંતરામપુર અને કડાણા તાલુકામાં કડાણા ડેમના બેક વોટરમાં માનગઢથી ભાણાસિમલ, રાઠડા બેટ, નદીનાથ મહાદેવ, મહિસાગર નદીના 45 કિમીના પાણીના માર્ગે માનગઢ હેરિટેજ એન્ડ ટ્રાયબલ ટુરિઝમ પ્રોજેકટનું પ્રાથમિક સર્વેક્ષણ માટે મોટીરાઠ (રોયણીયા)થી રાઠડા બેટ બેક વોટર ઊપર બ્રિજના (માર્ગ અને મકાન) કામની શરૂઆત થવાની હોય ત્યારે અગાઉ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ ભાણાસિમલ – ખેડાપા (ગુજરાત) વડાગામ ચિખલી (રાજસ્થાન) મહી નદી પર પુલ બનાવવા માટેના કામનું પણ સ્થળ નિરિક્ષણ કર્યું હતું. સાથે ગુજરાત સરકાર અને ભારત સરકારના રામસીંગ રાજપુત નેશનલ લેવલ એક્સપર્ટ એન્ડ ટેકનીકલ એડવાઈઝર, આર. આઈ. સિંહા ડેવલપમેન્ટ સ્પેશ્યાલીસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નવી દિલ્હીથી આવેલ અધિકારીઓ સાથે રહી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. મંત્રી કુબેરભાઈ દ્રારા કડાણા અને સંતરામપુર તાલુકામાં આવેલ બેટ વિસ્તારના ગામોમાં બોટ મારફતે મહી નદીના વચ્ચે આવેલ બેટોની મુલાકાત કરી આગામી આયોજન અંગે સ્થળ મુલાકાત કરી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી અને સાથે આવેલ અધિકારીઓ ને આ વિસ્તારથી માહિતગાર કરવામાં આવ્યા હતા.