હાલોલના કંજરી ગામે ખેતર માંથી મળેલ અજાણ્યા ઈસમના હત્યા કરાયેલ મૃતદેહમાંં પોલીસે 4 આરોપીઓને ઝડપ્યા

હાલોલ,હાલોલના કંજરી ગામ પાસે ખેતર માંથી અજાણ્યા યુવાનની હાથ બાંધેલ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરતાં હત્યામાં સંડોવાયેલ ચાર વ્યકિતઓને શોધી કાઢવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલના કંજરી ગામ પાસે ખેતર માંથી અજાણ્યા ઈસમનો હાથ બાંધેલ હાલતમાં ડીપોર્ઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી હતી. હાલોલ રૂરલ પોલીસ અને એલ.સી.બી.પોલીસ દ્વારા બનાવની જગ્યાએ લોકો અને મજુરોની પુછપરછ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, 23 એપ્રિલના રોજ રાજપુરા કંજરી રોડ ઉપર અજાણ્યા ઈસમ બાવનજીના ખેતર ફળીયામાં પ્રવેશ કરી કુહાડી અને નરાશ લઈને ભાગેલ આ જોઈ સુધાબેન રમેશભાઈ પરમાર તેની પાછળ જતા લક્ષ્મણભાઈ પરમારના ખેતરમાં જતો રહ્યોહતો. ત્યાં લક્ષ્મણભાઈ હાજર હોય તેમની ઉપર અજાણ્યા ઈસમ ઈંટો ફેંકતો હોય જેથી નટવર ઉર્ફે નટુ ભયજીભાઈ પરમાર અને લક્ષ્મણ પરમાર એ અજાણ્યા ઈસમને પ્લાસ્ટીકની પાર્ટીથી પાછળના ભાગે હાથ બાંધી દીધેલ હતા અને મારમારી ભગાડી મુકયો હતો. અજાણ્યા ઈસમ અક્ષર ડેરીમાં જતો રહ્યો હતો. દરમિયાન સુધાબેન અને નટવરભાઈ નટુ તેની પાછળ ગયેલ હતા. ડેરીમાં કામ કરતાં મજુર દિપકભાઈ વસાવા અને સુધાબેને અજાણ્યા ઈસમને માર મારવામાં આવ્યો હતો અને દરકાર ન લેતાં 4 દિવસ બાદ અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ લક્ષ્મણભાઈ ગોકળભાઈ પરમાર, નટવરભાઈ નટુભાઈ પરમાર, સુધાબેન રમેશભાઈ, દિપકભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવ્યા સાથે અજાણ્યા મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.