શહેરા,શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર અંદાજિત 1 કરોડ રૂપિયાના ખર્ચે નવીન બનાવવામાં આવ્યું હતું. ઉમીયા માતાજીના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 11 કુંડી મહાયજ્ઞનો રવિવારના રોજ પ્રારંભ થવા સાથે ઉમિયા માતાજીની શોભાયાત્રા ગામના વિસ્તારમાં વાજતે ગાજતે નીકળી હતી. જ્યારે 30-4 થી આગામી 4મે સુધી બ્રહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે અહીં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થનાર હોવા સાથે અનેક ધાર્મિક કાર્યક્રમમો યોજાશે.
શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે અંદાજિત રૂપિયા એક કરોડના ખર્ચે ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર નવીન બનાવવામાં આવ્યુ છે. ઉમિયા માતાજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ રવિવારના રોજ થતા આ વિસ્તારમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગામના બસ સ્ટેશન પાસે પટેલ નટવરભાઈ મંગળભાઈ ના ઘરેથી ઉમિયા માતાજીની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. આ શોભાયાત્રા ગામના અલગ અલગ વિસ્તારમાં ફરીને મંદિર ખાતે પહોંચી હતી. આ શોભાયાત્રામાં સ્થાનિક ગામ સહિત આજુબાજુના માતાજીના ભક્તો સહિત કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિ બંધુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બ્રહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉમિયા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થનાર હોવા સાથે આ ધાર્મિક કાર્યક્રમ 30 એપ્રિલથી 3 મે સુધી યોજાનાર છે. સોમવારના રોજ ઉમિયા માતાજીના નવીન મંદિર ખાતે મંડપ પૂજા, યજ્ઞ મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપન , સાંય પૂજન તેમજ રાત્રિના 8 કલાકે પાઘડી વાળા મ્યુઝિકલ ગ્રુપ તથા ઉમિયા ભક્ત સાગર પટેલ ના મધર કંઠે રાસ ગરબા યોજાનાર છે. જ્યારે મંગળવારના રોજ દેવીસ્નપન વિધિ સહિત રાત્રે 8:00 કલાકે મહંત ગુરૂજી વિનોદ ચંદ્ર અમૃતવાણી નો લાભ અહીં આવતા માતાજીના ભક્તોને લહાવો મળનાર સાથે આજ રીતે તારીખ 3-5-2023 સુધી અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાવા સાથે માતાજીનો રૂડો અવસરની પણ અહીં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉમિયા માતાજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં મોટી સંખ્યામાં માતાજીનો ભક્તો સાથે ઉમિયા પરિવાર અને કડવા પાટીદાર સમાજના જ્ઞાતિ બંધુઓ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.