- તંત્રની મિલી ભગત હોય તેમ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.
- કુપનમાં ભળવાયેલો જથ્થો ઓછો આપી ઉપરથી દાદાગીરી.
- તંત્ર દ્વારા સરકારી દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી આંખ આડા કાન તે જોવાનું રહ્યું.
- સંજેલી સસ્તા ભાવની દુકાનના સંચાલકે અનાજનો જથ્થો ઓછો આપતા ગ્રાહક સાથે છેતરપટ્ટી કરવામાં આવી રહી છે.
- સંજેલી તાલુકામાં સરકારી દુકાનોમાં ઓચિંતી રેડ પાડી જથ્થો સહિતની ચકાસણી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ.
સંજેલી,સંજેલી ખાતે આવેલ વ્યાજબી ભાવના સંચાલકની દાદાગીરી સામે આવી. જથ્થો ઓછો આપી ગ્રાહકને ખખડાવી જ્યાં રજુઆત કરવી હોય ત્યાં કર અત્યારેજ મામલતદારને મારી કંમ્પ્લેઇન કરતો આવ મને કોઈનો ડર નથી. જેવા શબ્દોના ઉચ્ચારતા સંજેલી સરકારી સસ્તા ભાવના સંચાલક.
સંજેલી ખાતે આવેલી પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની સસ્તા ભાવની દુકાનો સરકાર દ્વારા કાર્યરત છે. જેમાં ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સસ્તા ભાવે ઘર વખરીનું સામાન મળી રહે તે માટે ખોલવામાં આવી જેથી પ્રજાને આંશિક રાહત મળી રહે તે સસ્તા ભાવની દુકાને ભાવ, સહિત જથ્થો અને દર નિયત કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદીજ છે. નિયમોતો સસ્તા ભાવના સંચાલકો પોતાના ખિસ્સામાં મૂકી નિયમોની એસી તેસી કરી કરી નાખે છે. સંજેલી ખાતે આવેલ સસ્તા ભાવની દુકાને સંચાલક અરવિંદભાઈ પીઠાયા દ્વારા કુપન કરતા પણ ગ્રાહકને અનાજનો જથ્થો ઓછો આપતા ગ્રાહકે જથ્થો કુપન પ્રમાણે કેમ આપતા નથી તેવું કહ્યું ત્યારે સંચાલકતો દાદાગિરી પર ઉતરી આવ્યા જથ્થો ઓછો મળશે. લેવો હોઈ તો લ્યો, તારે રજુઆત કરવી હોય જા હમણાંજ મામલતદારને મારી રજુઆત કરી આવ તંત્રની મિલી ભગત હોય તેમ ખુલ્લી દાદાગીરી, સસ્તા અનાજની દુકાનદાર સહેજ પણ નિયમનું પાલન કર્યા વિના બિન્દાસ્ત પણે ગ્રાહક સાથે બોલાચાલી કરી રોફ જમાવતા જોવા મળ્યા થોડીક ક્ષણો ગ્રાહક અને સંચાલક સામે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અનેકવાર ગ્રાહકો દ્વારા મામલતદાર અને પુરવઠા મામલતદારને રજુઆત કરવામાં આવી છતાં પણ પરિણામ શૂન્ય, ગ્રાહકોની લાગણી અને માંગણી છે કે, સરકારી દુકાનોમાં ઓચિંતી રેડ પાડી કડડમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો સહિત ગ્રાહકોની માંગ ઉઠવા પામી છે. જથ્થો ઓછો મળતા પુરવઠા મામલતદારનો સંપર્ક કરતા તેમને ફોન ઉપાડવાનું ટાળ્યું.