દાહોદ,દાહોદમાં ઝાયડસ હોસ્પિટલમાં છેલ્લા 25 દિવસથી સારવાર લઈ રહેલી ગરબાડા તાલુકાની 65 વર્ષીય વૃધ્ધા કોરોના સંક્રમિત આવતાં ઝાયડસમાં અત્યાર સુધીમાં ત્રણ એક્ટિવ કેસો સારવાર હેઠળ છે. જોકે, આ અગાઉ ગત સપ્તાહમાં આવેલા કોરોના સંક્રમિત બે દર્દીઓ પૈકી એકનો રિપોર્ટ નેગેટીવ આવતાં ઝાયડસ હોસ્પિટલમાં ત્રણ કોરોનાના એક્ટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
દાહોદ જિલ્લામાં વિતેલા સપ્તાહમાં ફતેપુરાના મોટા નટવા ગામનો એખ વ્યક્તિ કોરોના સંક્રમિત જાહેર થયો હતો. ત્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આંબી ગામનો વ્યક્તિ કે જેઓ ઝાયડસ હોસ્પિટલમાં ટીબીની સારવાર લઈ રહ્યાં હતા. તેઓ પણ કોરોના સંક્રમિત આવતાં કોરોનાના બે કેસો નોંધાયા હતા. જે બાદ હોસ્પિટલ તંત્રએ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા 20થી વધુ લોકોના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જે તમામ રિપોર્ટો નેગેટીવ રહેવા પામ્યા હતા, તો બીજી તરફ તારીખ 3 એપ્રિલના રોજ પથરીના દુ:ખાવાની ફરીયાદને લઈ ઝાયડસ હોસ્પિટલમાં ભરતી થયેલી ગરબાડા તાલુકાની 65 વર્ષીય મહિલા 25 દિવસ બાદ ગઈકાલે કોરોના સંક્રમિત જાહેર થઈ હતી. જેના પગલે એક્ટીવ કેસની સંખ્યા 03 થવા પામી હતી. જોકે, આજરોજ હોસ્પિટલ તંત્રએ અગાઉ કોરોના સંક્રમિત તરીકે નોંધાયેલા બંન્ને દર્દીઓના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી માટે મોકલ્યા હતા. જેમાં જમોટા નટવા ગામના કોરોનાનો નોંધાયેલા દર્દી કોરોનાની સારવાર લઈ તેનો રિપોર્ટ નેગેટીવ આવતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલે કોરોના સંક્રમિત આવેલી ગરબાડા તાલુકાની મહિલા કોરોના પોઝીટીવ આવતાં હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.