વડાપ્રધાન દ્વારા 100માં એપિસોડ મન કી બાત ને લઈ દાહોદ જિલ્લામાં થઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદના જિલ્લા કમલમ ખાતે તેમજ સમગ્ર જિલ્લામાં ભાજપ દ્વારા મનકી બાતનો 100માં એપિસોડ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો

દાહોદ,દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં એક વધુ નવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી અને કોઈ વડાપ્રધાન દ્વારા ના કરાયું હોય કે વિચારાયું હોય તેવી કલ્પના ને સાર્થક કરી રેડિઓને માધ્યમ બનાવી મન કી બાત કાર્યક્રમ તો શરૂ કર્યો પણ તેના પણ 100 એપિસોડ પૂરા કર્યા અને તેઓ પોતે રેડિઓના માધ્યમ થી છેવાડાના માનવી સુધી જોડાયા અને દરેક વર્ગના લોકોને જેના થકી કઈક ને કૈક જ્ઞાન અને મનોરંજન બંને મળ્યું છે. તે કાર્યક્રમની સદી આજે સમગ્ર ભારત ઉજવાય રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા પણ સમગ્ર જિલ્લામાની સાથે સાથે દાહોદના છાપરી ગામે આવેલ કમલમ ઉપર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકી બાતના 100 માં એપિસોડની જિલ્લા કક્ષાની ઉજવણી કમલમ ખાતે કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ સ્થળો ઉપર દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર દ્વારા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા મીડિયા સેલના હોદ્દેદારો તથા દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સિનીયર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસી કાર્યકારતાઓ ટીવી એલસીડી રેડિયો નિશ્ચિત સ્થળો પર લઈ જઈ નક્કી કરેલા બુથોના સ્થળ પર 100માં મન કી બાતના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું અને બધા ભેગા મળી તેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ ઉપરાંત વિશેષ આયોજન જિલ્લાના દરેક શક્તિ કેન્દ્રના એક બુથમાં વિશિષ્ટ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ભાજપા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લામાં દરેક મંડલ માં આ કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યકર્તા અને લોકો ખૂબ મોટી સંખ્યામાં પોતાના વિસ્તારોમાં વડાપ્રધાન ના આ 100માં એપિસોડની ઉજવણીમાં જોડાયા હતા.