ગરબાડા તાલુકાના ભે ગામે જમીન સંબંધી મામલે 11 જેટલા સશ્ત્રધારી ઈસમોના ટોળાએ એક વ્યક્તિના ઘરે હુમલો

  • પરિવારના સદસ્યોને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

ગરબાડા,ગત તા.26મી એપ્રિલના રોજ ગરબાડા તાલુકાના ભે ગામે રહેતાં કતડાભાઈ પીધીયાભાઈ ભુરીયા તથા તેમના પરિવારજનો પોતાના ઘરે હાજર હતા. તે સમયે ગામમાં રહેતાં મનેશભાઈ વરસીંગભાઈ ભુરીયા, રાહુલભાઈ દિનેશભાઈ ભુરીયા, દિનેશભાઈ નરસીંગભાઈ ભુરીયા, કાળીયાભાઈ કશનાભાઈ ભુરીયા, પરેશભાઈ નરસીંગભાઈ ભુરીયા, શૈલેષભાઈ વરસીંગભાઈ ભુરીયા, મહેશભાઈ ખેલીયાભાઈ ભુરીયા, મેતુનભાઈ ખેલીયાભાઈ ભુરીયા, ટાઈગરભાઈ વજેસીંગભાઈ ભુરીયા, રામાભાઈ કનીયાભાઈ ભુરસીંગભાઈ ભુરીયા અને વજેસીંગભાઈ રાયચંદભાઈ ભુરીયાનાઓ તેમના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેલ કે, આ જમીન અમારી છે, તમોને અહીં રહેવા દેવાના નથી, તેમજ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ મારક હથિયારો વડે કતડાભાઈ તથા તેમના પરિવારજનોને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે કતડાભાઈ પીધીયાભાઈ ભુરીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.