દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મેડીકલ સાયન્સની રેસ્ટ ધ રેર ગણાતી બિમારીના દર્દીની સારવાર

દાહોદ,મેડિકલ સાયન્સની દુનિયામાં રેસ્ટ ઓફ ધ રેર ગણાતી ગંભીર બીમારીથી પીડિત મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાનો દર્દી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે. જોકે, રેસ્ટ ઓફ ધ રેર ગણાતી આ ગંભીર બીમારીથી પીડિત દર્દી ઉપર કોઈપણ જાતની રોગપ્રતિકારક શક્તિ વધારતી એન્ટીબાયોટિક પ્રકારની કોઈપણ દવાનો અસર થતો નથી. એક સર્વેક્ષણ મુજબ ગંભીર બીમારીથી પીડિત આવા દર્દીઓમાં માત્ર 34 ટકા જેટલા લોકો આ બીમારીમાં રીકવર થાય છે બાકીના દર્દીઓ મોતને ભેટે છે.

મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલય ધરાવતા દાહોદ જિલ્લામાં આશીર્વાદરૂપ સાબિત થતું ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ઉત્તમ સારવાર થકી ગંભીરથી અતી ગંભીર બીમારીઓના નિદાન કરી નવા નવા કિર્તિમાન સ્થાપિત કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં રેસ્ટ ઓફ ધ રેર ગણાતી નામક જીવલેણ બીમારીથી પીડિત મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાંથી નોંધાયેલા આ 57 વર્ષીય દર્દી હાલમાં દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ત્યારે આ બીમારી કેટલી ગંભીર છે. તેનું અનુમાન એના પરથી લગાવી શકાય છે કે 2017 સુધી 117 દેશોમાં આ બીમારીથી પીડિત 10,800 જેટલા દર્દીઓ નોંધાયા હતા. જે પૈકી ભારતમાં 2,650 દર્દીઓ હાલ સુધીમાં નોંધાઈ ચૂક્યા છે. પ્રમાણે ટીબીના મામલામાં દુનિયાભરમાં 47 ટકા જેટલા હોય છે, એમાંય વૈશ્ર્વિક સ્તર પર ઠડ્ઢઇ ટીબીના સારવારની સફળતા દર માત્ર 34 ટકા જેટલો નોંધાયેલો છે. એટલે આ બીમારીથી પીડિત દુનિયાભરના માત્ર 34% દર્દીઓ સાજા થાય છે, બાકી દર્દીઓ આ બીમારીથી મોતને ભેટે છે ત્યારે તબીબોના જણાવ્યા અનુસાર દર્દી પહેલા સામાન્ય રીતે ટીબીનો દર્દી હોય છે આ બીમારીની યોગ્ય સારવાર અને દરકાર ન કરવામાં આવે તો આ બીમારી તરીકે વિકસિત થાય છે અને તેમાં પણ યોગ્ય અને નિયમિત રૂપે સારવાર લેવામાં ન આવે તો આ બીમારી તરીકે રૂપાંતરિત થાય છે. સાયન્સની ભાષામાં જે રેસ્ટ ઓફ ધ રેર તેમજ તેની સાથે સાથે ગંભીર અને તેમજ તેની સાથે સાથે ગંભીર અને જીવલેણ ગણાતી આ બીમારીથી પીડિત દર્દી ઉપર કોઈપણ પ્રકારની એન્ટિબાયોટિક દવાઓનો અસર થતો નથી. માત્ર આ બીમારીને લગતી જ દવાઓ લાંબા સમય સુધી લેવી પડે છે. તેમાં રિકવરીનો ચાન્સ બહુ ઓછો હોય છે, જેના પગલે આ બીમારીથી પીડિત દર્દીઓમાં મોતનો આંકડો વધી જવા પામે છે પરંતુ હવે બદલાતા સમયમાં આ બીમારીનો ઈલાજ પણ શોધી લેવામાં આવ્યો છે. તાજેતરમાં અમેરિકામાં નવી દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં 109 જેટલા દર્દીઓને સામેલ કરવામાં આવ્યો છે. જેમાં આ નવી દવાઓએ 90% સારવારમાં સફળતા મેળવી છે. જોકે, હાલ ભારતમાં આ દવાઓ પહોચી નથી. જેના કારણે આ બીમારીથી પીડિત દર્દીઓનો રિકવરી રેટ ઓછો રહે છે અને મોતનો આંકડો વધી જવા પામે છે.