બરખા બિષ્ટ-ઈન્દ્રનીલ સેનગુપ્તાના સંબંધમાં તિરાડ:લગ્નના ૧૫ વર્ષ બાદ કપલે અલગ થવાનો નિર્ણય કર્યો,

મુંબઇ,એક્ટ્રેસ બરખા બિષ્ટ અને અભિનેતા ઈન્દ્રનીલ સેનગુપ્તા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. લગ્નના ૧૫ વર્ષ બાદ આ કપલે હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે બરખાએ તેના છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન બરખાએ આ નિર્ણયને તેના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય ગણાવ્યો છે. જોકે, ઈન્દ્રનીલે આજ સુધી છૂટાછેડા અંગે કોઈ વાત કરી નથી.

બરખાએ કહ્યું હતું કે, ’હા અમારા છૂટાછેડા જલ્દી થવા જોઈએ. ઈન્દ્રનીલ સાથે છૂટાછેડાની પુષ્ટિ કરતા બરખાએ કહ્યું હતું કે, ’હું સિંગલ મધર છું અને મારી દીકરી મારા માટે સૌથી મહત્ત્વની છે. હું ર્ં પર રસપ્રદ પ્રોજેક્ટ્સ કરી રહી છું. હું ટીવી અને ફિલ્મોમાં પણ સારા પ્રોજેક્ટ કરવા તૈયાર છું.’

ગત વર્ષે ઈન્ટરવ્યુમાં ઈન્દ્રનીલે તેના અને બરખાના અલગ થવાના સમાચારો વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ’સૌથી પહેલા હું મારા અંગત જીવન પર ટિપ્પણી કરવાનું પસંદ નહીં કરું. તેણે વધુમાં કહ્યું હતું કે, ’હું ખૂબ જ અંગત પ્રકારનો વ્યક્તિ છું, હું મારા જીવનને ખૂબ જ ખાનગી રાખું છું. મેં ક્યારેય લોકોને જવાબ આપવાનું, સમજાવવાનું વિચાર્યું નથી. તે તેમનો કોઈ વ્યવસાય નથી. ઈન્દ્રનીલે આવા અહેવાલો પર વાત કરવાનો ઇન્કાર કર્યો હતો.

વર્ષ ૨૦૨૧થી જ કપલના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા હતા. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ઈન્દ્રનીલ બંગાળી અભિનેત્રી ઈશા સાહાને ડેટ કરી રહ્યો છે. બરખા ટીવી એક્ટર આશિષ શર્મા સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો વિશે વાત કરી નથી.

બરખા અને ઈન્દ્રનીલ સાલ ૨૦૦૬માં ટીવી શો ’પ્યાર કે દો નામ: એક રાધા એક શ્યામ’ના સેટ પર મળ્યા હતા. શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. ૨૦૦૭માં આ કપલ ફેમસ ડાન્સ રિયાલિટી શો ’નચ બલિયે ૩’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યું હતું. આ કપલે ૨૦૦૮માં લગ્ન કર્યા હતા. ૨૦૧૧માં ૩ વર્ષ પછી ઈન્દ્રનીલ અને બરખા મીરા સેનગુપ્તા નામની પુત્રીના માતા-પિતા બન્યા હતા.