દાહોદ,વડોદરા એમ.એસ. યુનિ.માં સુપરવાઈઝર તરીકે તથા કલાર્ક તરીકે નોકરી અપાવવા માટે વડોદરાના ત્રણ ભેજાબાજો સહિત ચાર જણાએ દાહોદના બે વ્યક્તિઓ પાસેથી 25 લાખથી વધુની રકમ ખંખેરી લઇ વડોદરા એમ.એસ. યુનિ.ના બનાવટી સહી સિક્કા બનાવી બનાવટી સહી કરી સાચા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાનું જાણવા મળ્યું છે.
વડોદરાના શિવેનએકલેવ દરબાર ચોકડી માંઝલપુરના રાહુલભાઈ જગદીશભાઈ પટેલ, વડોદરા આજવા રોડના શૈલેશભથાઈ નાનજીભાઈ સોલંકી, વડોદરાના હાર્દિક દોશી તથા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામના મનીષ કટારા એમ ચાર ભેજાબાજો દાહોદ ગોધરા રોડ સિદ્ધશ્ર્વેરી સોસા. સુદાઈ માતાના મંદિર પાસે રહેતા રમણભાઈ લાલાભાઈ પટેલ ભાણેજના છોકરા ભાવીનભાઈ નેગત તા. 22.1.2022 ના રોદ્સિદ્ધેશવ્રી સોસા. સુદાઈ માતાના મંદિર પાસે મળ્યા હતા અને એમએસ યુનિ.માં સુપરવાઈઝરમાં નોકરી આપવાની લાલચ આપી ભાવીનભાઈ પાસેથી રૂા. 11,50,000 તથા રાજકૃષ્ણ ગવજીભાઈ પારગી પાસેથી કલાર્ક તરીકે નોકરી અપાવવા માટે રૂા. 14 લાખ ડોનેશન લઇ લીધુ હતું અને ત્યારબાદ એમએસ યુનિ. વડોદરાનાં બનાવટી સહી સિક્કા બનાવી સહી કરી સાચા તરીકે તેનો ઉપયોગ કરી ઉપરોક્ત બંન્ને જણા વડોદરા એમએસ યુનિ.માં ગયા હતા. ત્યારે ખબર પડી હતી કે નોકરીનેા આ ઓર્ડર છે અને પેાતે રૂપીયા આપીને ઠગાયા છે.
આ સંબંધે દાહોદ ગોધરા રોડ સિદ્ધેશ્ર્વરી સોસા.માં રહેતા રમણભાઈ લાલાભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ એ ડિવીઝન પોલીસે વડોદરાના ત્રણ સહિત ઉપરોક્ત ચારે જણા વિરૂદ્ધ વિશ્ર્વાસઘાત તથા છેતરપીંડી નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.