દે.બારીયા,દાહોદ જીલ્લાના દે.બારીયા શહેરની દક્ષિણે થી પસાર થતી નદી એટલે પંથક માટે પીવાના પાણીની મુખ્ય શ્રોત છે. આ પીવાનું પાણી મુંગા પશુઓ માટે છેલ્લા બે માસ આકરા થવાના છે. જેથી ચોમાસું આવતા સુધી પશુઓને દુર દુર સુધી પાણી માટે રખડવુંં ના પડે તે માટે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા બિનઅધિકૃત તેમજ અધિકૃત રેતીનું ખનન કરતા રેતી માફિયાને ખનન પર પ્રતિબંધ કરાવું જોઈએ નહિં તો મનુષ્ય તેમજ પ્રાણીને પણ મુંગા પશુઓ દોઝખ બની જશે. રેતી ખનનથી પાણીનો સ્તર ઝડપથી નીચે જાય છે.
મળતા સુત્રો અનુસાર ઉંચણવા ગામ માંથી પાનમ નદીના પટ માંંથી ચોવીસ કલાક ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું છે. તે પાછળ આખું તંત્ર સામેલ છે. રેતી માફિયાના દ્વારા હપ્તા અપાઈ રહ્યાના અહેવાલ મળી રહ્યા છે. મહેસુલી અધિકારીઓ તથા ટ્રાફિક પોલીસ સાથે સાથે ખુદ ખનિજ વિભાગ પણ આમાં સામેલ છે. મુંગા પશુઓની પ્યાસ છુપાવવા ખાતર કોઈપણ વિચારશે ખરાં કે પછી જેમ ચાલે છે. તેમજ ચાલવા દેવામાં આવશે. તે આવનારો સમય બતાવશે.