સંતાન પ્રાપ્તિના નામે ન્યારા ગામના ભુવાએ રૂ.૧.૩૦ લાખ પડાવી લીધાનો આક્ષેપ

રાજકોટ,રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં ન્યારા ગામે રહેતા ભુવાએ સંતાન પ્રાપ્તિના નામે રૂ.૧.૩૦ લાખ પડાવી લીધાનો આક્ષેપ થયો છે. ફરિયાદીએ જયવિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ ભુવા સામે ફરિયાદ થાય તે માટે રાજકોટ એસપીને રજૂઆત કરતા પડધરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે.

આ અંગે વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડયાએ જણાવ્યું કે,અમારા યાને હકીક્ત આવતા ગત સાંજે જ પડધરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા કાર્યવાહી કરી હતી. ફરિયાદી બકુલભાઈ હસમુખભાઈ ચાવડા (રહે.કાંગશીયાળી)એ જણાવ્યું હતું કે અમારા લગ્ન વર્ષ ૨૦૧૩ જાન્યુઆરી ૨૩ના રોજ હિન્દુ વિધિથી રાજકોટ થયા હતાં. અમારે દસ વર્ષથી સંતાન હતું નહી, સંતાન માટે અમે દવા શરૂ કરી હતી. તે દરમ્યાન ન્યારા ગામનો ભુવા મોહનનો સંપર્ક થયો હતો. મારી પત્નિ ભારતી પ્રેગ્નેસી પિરીયડમાં હતીં.ડોકટરે સલાહ આપી કે ગર્ભનું બાળક અવિક્સી-અપંગ, વિકલાંગ હોય દૂર કરવું હિતાવહ હતી તે દરમ્યાન ૧૦ વર્ષ બાદ બાળક ગર્ભમાં હોય તેથી ન્યારા ગામના ભુવા મોહન પાસે ગયા હતાં. ધૂણીને, દાણા આપી જણાવ્યું કે અંદર ગર્ભનું બાળકને દૂર કરશો નહી, ડોકટરો બોલે છે. તેની કોઈ ચાલ લાગે છે. ગર્ભ આસપાસ હું સુરક્ષા ચક્ર મુકી દઈશ બાળક તંદુરસ્ત જ આવશે. ચિંતા કરશો નહી.

આરોપી ત્રણ માતાજીનું સ્થાનક છે ત્યાં જોવાનું કામ કરે છે.દુ:ખી લોકો આવે ત્યારે ધૂણીને દાણા આપી સમસ્યાનું નિરાકરણ કરે છે.માંડવો, તાવો, મંદિર કરવું છે. તે નામે રૂપિયાની માંગણી કરે છે. અને આજ દિન સુધીમાં એક લાખ ત્રીસ હજાર આપ્યા છે. અમે ભુવાની વાતમાં આવી ગયા ડોકટરની સલાહ માની નહી. ભુવાના કહેવાથી પુત્રનો જન્મ થયો તે કાયમી ખોટ સાથે માનસિક અપંગ આવ્યો જન્મથી આજ દિન સુધી અપંગ હોય પોતાની જાતે કંઈ કરી શકે તેમ નથી કે હલન-ચલન કરી શકે તેવી સ્થિતિમાં નથી. જન્મથી અમે બંને પતિ-પત્નિ દિવસ-રાત દેખરેખ રાખીએ છીએ વારાફરતી સુઈએ છીએ.ભુવાએ વિશ્ર્વાસઘાત કરી અમારી સાથે છેતકપીંડી કરી છે. અમે કીધું કે રૂપિયા પરત આપો તો ધાક-ધમકી આપે છે. મારી યાથી પુત્ર આવ્યો છે.

હવે જિંદગીમાં કયારેક સંતાન થશે નહી અમને મારી નાખવાની વારંવાર ધમકીઓ આપે છે. બે વર્ષમાં બાળક સાજો થઈ જશે નહી તો મારું ડોકું કાપી માતાજી પાસે મુકી દઈશ.રૂપિયા આપતો નથી ગલ્લા-તલ્લા કરે છે .ભુવા અમને મોહને હેરાન-પરેશાન કરી નાખ્યા છે વિજ્ઞાન જાથાની મદદ લેવાનું નકકી કર્યુ.ભવિષ્યમાં બીજા છેતરાય નહી અમારા જેવી ભુલ ન કરે તે હકિક્તે જાથાની ઓફિસે આવી આપવીતી જણાવી હતી જાથાએ પોલીસ તંત્રને જાણ કરી જરૂરી ફરિયાદ કરવા સલાહ આપી હતી.

વધુમાં બકુલભાઈએ કહ્યુ કે, ભુવા મોહને અમારી પાસે એક વર્ષ દરમ્યાન કટકે કટકે રૂ?,૧.૩૦,૦૦૦ લીધા છે ભુવો રૂપિયા પડાવવાનો ધંધો કરે છે ખોટી સલાહ આપે છે. અમારે અપંગ બાળક આવ્યું છે અત્યારે પસ્તાવો થાય છે. ડોકટરની સલાહ સાચી હતી. જરૂર પડયે રૂબરૂમાં વધુ વિગત આપીશ, જે સંપૂર્ણ સત્ય છે. ગર્ભ ફરતે સુરક્ષા ચક રાખીશ તે હંબક સાબિત થયું છે. અત્યારે બાળકનું આયુષ્ય પણ ટુંકુ છે તેવું ડોકટર જણાવે છે મારી પત્નિ ભારતી દરરોજ ભુવાના કારણે રડે છે. અમારુ ખાવા-પીવાનું ઉંઘ હરામ થઈ ગઈ છે.

સરકાર ભુવાને નશ્યત આપે. ધોરણસરની અમારી ફરિયાદ નોંધી, રીમાન્ડ માંગી બીજાને છેતરે નહી તેવો દાખલો બેસાડવા કરી હતી. આ ભુવો ધતિંગ કરી રૂપિયા પડાવે છે ધૂણે છે મોટેથી અવાજ કાઢી ડરાવે છે તેના શરીરમાં ત્રણ માતાજી આવે છે. તંત્ર વિદ્યાના નામે લોકોને ડરાવે છે મંત્રથી મારી નાખવાની ધમકી આપે છે. હાલ પડધરી પોલીસે આ ભુવાની ધરપકડની તજવીજ કરી છે.