ગોધરા,
જીલ્લા પંચાયત પંચમહાલ ગોધરા હસ્તક ફરજ બજાવતા તમામ કર્મચારીઓ જેવાં કે ફિમેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઈઝર, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝર કે જેઓ જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટરમાં આગામી દિવસોમાં કોવિડ-૧૯ની વેકસીનેશન કામગીરી કરનાર છે.
તે તમામને કલેકટર પંચમહાલ ગોધરા અને જીલ્લા વિકાસ અધિકારી પંચમહાલ ગોધરાના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી પંચમહાલ ગોધરાના ધનિષ્ઠ સુપરવિઝન અને નિરીક્ષણ હેઠળ તા.૨૮/૧૨/૨૦૨૦ અને ૨૯/૧૨/૨૦૨૦ના રોજ તાલીમ આપવામાં આવી.તાલીમમાં હાલના તબકકે કોવિડ-૧૯ રસીકરણની પ્રાથમિક તૈયારીઓ, સ્થળ પસંદગી, જરૂરી સાધન સામગ્રીની જરૂરીયાત, રસીકરણ જાળવણી માટેના સાધનો અને એ માટે અન્ય સામગ્રીની તૈયારીઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.