દાહોદ,રાજ્યમાં અવારનવાર કેટલાક અધિકારીઓ લાંચ લેતા ઝડપાય છે. આવી જ એક ઘટના પંચમહાલમાં સામે આવી છે. પંચમહાલમાં સરદાર સરોવર નિગમના વન સંરક્ષક વતી લાંચ લેતા બે વચેટિયા ઝડપાયા હતા. મળતી માહિતી અનુસાર વન સંરક્ષક વી.એસ.તોડકર વતી બે વચેટિયા લાંચ લેતા ઝડપાયા હતા.
જો ઘટનાની વાત કરીએ તો કાલોલ પાસેથી નર્મદા નહેરની આસપાસ વૃક્ષારોપણ માટે અને તેની સાર સંભાળ માટેના બિલ પાસ કરવા માટે વન સંરક્ષક અધિકારી દ્વારા લાંચ માગવામાં આવી હતી. અધિકારીએ નર્મદા નહેરની સાર સંભાળનું બિલ પાસ કરવા કોન્ટ્રાકટર પાસે ૬ લાખની લાંચ માગી હતી. ગોધરા એસીબીએ બાતમીના આધારે ૧ લાખ રુપિયાની લાંચ લેતા વચેટિયા અનિલ રૈયાની અને રાકેશ ચૌહાણને રંગે હાથે ઝડપ્યા હતા.