ગોધરા,
ગોધરાના યુથ રિસોર્સ સેન્ટર દ્વારા સમાનતા, ન્યાય અને શાંતિ અને સંદેશાવ્યવહારના વિષયો પર પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવરચના પ્રાથમિક શાળા ગોધરાના ૨૫ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના ચિત્રો ઓનલાઈન રજૂ કર્યા હતા.
ગોધરાના યુથ રિસોર્સ સેન્ટરના આયોજક ડો.સુજાત વલી દ્વારા નાના બાળકોને સામાજિક સંદેશ આપવા માટે પસંદગી કરી હતી. સંસ્થાના ટીમ લીડર વકારભાઈ કાઝી દ્વારા ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કર્યું હતું.
ચિત્ર સ્પર્ધામાં ગોધરાના ચિત્ર શિક્ષક ફાકભાઈ બુખારી દ્વારા શ્રેષ્ઠ પાંચ ચિત્રોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૫ થી ૮ માં પ્રથમ ક્રમે પઠાણ લામિયા સરફરાજને ટ્રોફી, ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જ્યારે શ્રેષ્ઠ ચાર વિજેતા કુરેશી નિગાર ઝહીર, સૈયદ અસ્ફીયાનાઝ રિયાઝ, શેખ રૂત્બા રફીક, શેખ ફાતેમા ઝહીરને મોમેન્ટો અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન ઈનામ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સંસ્થાના વહીવટદાર એસ. વાય. દોલતી, રિસર્ચ સેન્ટરના વકારભાઈ કાઝી, સાનુ દલવાડી, તન્વી દલવાડી, બ્રિજ બેન અને શાળાના આચાર્ય ફિરોઝખાન પઠાણ, જબીનબેન કાઝી, સુપરવાઈઝર જુનેદ મનસૂરી અને શિક્ષક મિત્રો દ્વારા વિજેતા બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.ડો.સુજાત વલી સર સંસ્થાના પ્રમુખ ડો. સરવર જે વલી અને સભ્યો દ્વારા વિજેતા દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા.