શહેરામાં ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી દરમ્યાન બોલાચાલીના દ્દશ્યો જોવા મળ્યા

શહેરા,
શહેરા પાલિકા દ્વારા બસ સ્ટેશન સહિત અન્ય વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી પોલીસના બંદોબસ્ત વચ્ચે કરાઈ હતી.પાલિકા એ દુકાનોની બહાર ના છજા સહિતના દબાણો દૂર કરવાની કાર્યવાહી વચ્ચે અમુક દુકાનદારો સાથે સામાન્ય બોલાચાલી થવા પામી હતી.

શહેરા નગરપાલિકા દ્વારા ૩૦૦થી વધુ દુકાનદારોને દબાણને લઈને નોટીસ પાઠવવામાં આવી હતી. મંગળવારના રોજ નગરપાલિકા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર પાકા કાચા દબાણો હટાવા માટે ડિમોલિસન ની પ્રક્રિયા પાલિકાના ચીફ ઓફિસર અર્જુનસિંહ પટેલ, જીતેન્દ્ર જોષી તેમજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.નકુમ,પો.સ.ઈ. લવલી પટેલ તેમજ પોલીસ કાફલાને સાથે રાખી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે શ‚ કરવામાં આવી હતી. જેમાં કેટલીક જગ્યાએ પાલિકા દ્વારા ખાનગી માલિકીની હદમાં આવેલા દબાણો તોડી પાડવામાં આવતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા તો કેટલાક વેપારીઓએ સ્વૈચ્છાએ પોતાના દુકાનોના છજા તેમજ પતારાઓ કાઢી લીધા હતાં. હવે પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે શું પાલિકા પ્રશાસન ફરીથી દૂર કરેલા ગેરકાયદેસર દબાણો સ્થાપિત નહીં થાય એ બાબતની દરકાર રાખશે કે પછી ભૂતકાળમાં થયું એમ કામ કર્યાનો સંતોષ માની લેશે!