દાહોદ,દાહોદ શહેરમાં 30 મી તારીખ ના રોજ માજી સૈનિકોના ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના સંમેલનની તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે. આ સંમેલનમાં કલેકટર, એસપી, સ્ટેશન કમાન્ડર, ગુજરાત રાજ્ય પ્રમુખ જીતેન્દ્ર નિમાવત, ઝાયડસ સીઈઓ, જિલ્લા મેડિકલ ઓફિસર હાજર રહેનાર છે. સંમેલનમાં કલેકટર દ્વારા વીર નારીઓને જમીન ફાળવણી કરીને સનદ આપવામાં આવશે. આ સંમેલનમાં માજી સૈનિકો અને વીરનારઓના વિવિધ પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવશે. વડોદરા આર્મી સ્ટેશન હેડ ક્વાર્ટરથી 10 આર્મી અધિકારી, 70 જેસીઓ અને જવાનો હાજર રહેનાર છે. આ અવશરે માજી સૈનિકોના મેડિકલ કેમ્પના આયોજન સાથે તેમની સુવિધા માટે વિવિધ કાઉન્ટરો પણ ઊભા કરવામાં આવશે. આ સંમેલનની જવાબદારી દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠનને સોંપવામાં આવી છે. ત્યારે દાહોદ પ્રમુખ શંકરભાઈ મોહનિયા સહિતની તમામ ટીમ વિવિધ જોવા મળી રહી છે.