કાલોલ,કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામે ધોધંબાના ધનેશ્ર્વર ગામે રહેતા મરણનજનાર તેની પ્રેમિકાને મળવા માટે ગયેલ હોય ત્યારે પરણિત પ્રેમીકાના ધરવાળાએ મારમારી તેમજ લોખંડ વાંસીની પાઇપ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી મૃતકને સારવાર નહિ મળતાં મોત નિપજાવા પામ્યુંં હતું. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ધનેશ્ર્વર ગામે રહેતા ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમારના કૈલાશબેન સાથે આડા સંબંધો હોય કૈલાશબેનના લગ્ન કાલોલના ભાદરોલી ખુર્દ ગામે રહેતા ગણપતભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રતાપસિંહ ચૌહાણ સાથે થયેલ હોય ગજેન્દ્રસિંહ જે તેની પ્રેમિકા કૈલાશને મળવા માટે અવારનવાર ભાદરોલી ખુર્દ ગામે આવતો હોય જેને લઈ ગણપતભાઈ એ ગજેન્દ્રને આડા સંબંધો નહિ રાખવા અવારવનાર સમજાવે હોય તેમ છતાં 26 એપ્રિલના રોજ રાત્રીના સમયે ગજેન્દ્રસિંહ ભાદરોલી ખુર્દ ગામે પ્રેમીકા કૈલાશબેનને મળવા ગયેલ હોય ત્યારે કૈલાશબેનના પતિ ગણપત ઉર્ફે કાળુભાઈ એ હાથમાં પાવડાનો હાથો લઈ ઝગડો કરી ગજેન્દ્રસિંહને મારમારતાં પાડવાનો હાથે તુટી ગયેલ હતો. ત્યારે પતિનુંં ઉપરાણું લઈને પ્રેમીકા કૈલાશબેન પણ લોખંડની પાઈપવાળી વાંસી લઈ ગજેન્દ્રને મારવા આવતાં ગજેન્દ્ર ફળીયામાં ભાગવા લાગ્યો હતો. ત્યારે ગણપતભાઈ અને કૈલાશબેનએ ગજેન્દ્રની પાછળ દોડીને પકડી પાડીને મારમારતાં ગજેન્દ્રને માથા અને મોઢાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં ભાગી શકયા ન હોય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ગજેન્દ્રને દવા સારવાર નહિ મળતાં સ્થળ ઉપર મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે ગ્રામજનો દ્વારા જાણ કરતાં આ બાબતે મૃતકના ભાઈ દ્વારા વેજલપુર પોલીસ મથકે આરોપીઓ ગણપત ઉર્ફે કાળુ ચૌહાણ અને કૈલાશબેન ગણપતભાઈ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુન્હો નોધી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.