દાહોદ,તારીખ. 27/04/2023, ગુરૂવારે આગાવાડા જિલ્લા પંચાયત સીટ બેઠકનું આયોજન કરવામા આવ્યું. આગામી કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને જે બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોર તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઇ પરમાર, જીલ્લા પંચાયત કારોબારી સભ્ય ઝિથરાભાઇ ડામોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ નાયક, ATVT સભ્ય મગનભાઇ માવીની ઉપસ્થિતિમાં કરવામાં આવી. નીચે મુજબના અપેક્ષિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.