દાહોદ,દાહોદ તાલુકાના ખરેડી સ્થિત એક્લવ્ય મોડેલ શાળામાં જિલ્લા પોલીસ દ્વારા તેમજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શાળાના બાળકો વચ્ચે SPCના 6 દિવસીય અંતર્ગત બાળકોને માહિતી માર્ગદર્શન તેમજ તાલીમ અને વિશેષ કાર્યક્રમો અંતર્ગત બાળકોને વ્યક્તિ વિશેષ કાર્યક્રમો બતાવવામાં તેમજ ફિલ્મ નિહાળવામાં અને જુદી જુદી પ્રકારનું નિદર્શન બતાવવામાં આવ્યું હતું. જેમાં 25મી એપ્રિલના રોજ બીજા દિવસે પણ દાહોદ જિલ્લા પોલીસ-સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત જઙઈ ના છ દિવસીય સમર કેમ્પમાં આજરોજ બાળકોને વ્યક્તિ વિશેષ કાર્યક્રમ, જઙઈ કેડેટ અભિવ્યક્તિ કાર્યક્રમ, ફાયર સ્ટેશન દ્વારા બાળકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેનો લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ આનંદની સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.