દાહોદનાં કીડીયાભાઇ મુનિયાના રેવન્યુ રેકર્ડમાં નામો દાખલ કરવાની અરજીનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવ્યો સકારાત્મક ઉકેલ

દાહોદ,દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઝાલોદનાં ગરાડું ગામના વતની મુનિયા કીડીયાભાઇએ સામાયિક ભાગીદાર તરીકે રેવન્યુ રેકર્ડમાં નામો દાખલ કરવા અરજી કરી હતી. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ અંગે અમલીકરણ અધિકારી નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, ઝાલોદને જરૂરી સૂચના આપી હતી અને કીડીયાભાઇને 10 દિવસમાં તેમનું કામ થઇ જશે તેમ જણાવ્યું હતું. કીડીયાભાઇએ આટલી ઝડપથી પોતાની સમસ્યા ઉકેલાઇ જતા કલેક્ટર તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.