- હાલ બાલાસિનોર તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ની ઝુંબેશ હાથ ધરાયેલ છે.
બાલાસીનોર,આજ સુધીમાં મોટા ભાગના ગ્રામ પંચાયતોમાં ક્લસ્ટર બેઝ એક પંચાયત નક્કી કરી પ્રાકૃતિક ખેતી કરવા અંગે જરૂરી તમામ માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવેલ તેમજ બિજામૃત, જીવામૃત, ઘનજીવામૃત જેવા આયામો વિશે ખેડૂતોને ફિલ્ડમાં નિદર્શન કાર્યક્રમ યોજાયા.
આજે રૈયોલી બાજાખોટ વાય મુકામે પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરનું આયોજન કરેલ હતું. જેમાં ગામના ખેડૂતો અગ્રણીઓ અને વડીલો તેમજ વિસ્તરણ અધિકારી ખેતી એમ.બી.મકાણી ગ્રામસેવક પી.એમ.પ્રજાપતિ, બી.જે.ડામોર, આત્મા બી.ટી.એમ. સકીલભાઈ શેખ દ્વારા પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.