કાલોલના એરાલ ગામે કુબેરપુરા ગામની મહિલા તિજોરીનુંં તાળું નહિ ખુલતાં લાગી આવતાં ઝેરી દવા પી જતાં મોત

કાલોલ,કાલોલ તાલુકાના એરાલ ગામના કુબેરપુરા ગામે મહિલા તેના ધરે લગ્નમાં પહેરવા માટે રકમો લેવા તેની માતા અને ભાઈ સાથે ગયેલ હતી. ત્યાં તિજોરીનું લોક ન ખુલતાં મનમાં લાગી આવતાં ઝેરી દવા પી જતાં સારવાર અર્થે દાખલ કરતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના એરાલ ગામે કુબેર ફળીયામાં રહેતા મંજુલાબેન યોગેશભાઈ બારીયા તેના ધરે લગ્નમાં પહેરવા માટે રકમો લેવા તેની માતા અને ભાઈની સાથે ગઈ હતી. ત્યારે તિજોરીનું લોક ન ખુલતાં મનમાં લાગી આવ્યું હોય જેને લઈ ઝેરી દવા પી જતાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યુંં. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.