- દેશભરમાં ૨,૧૫૦ સ્થળોએ ’મન કી બાત’ કાર્યક્રમોનું આયોજન.
નવીદિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો ૧૦૦મો એપિસોડ ૩૦ એપ્રિલે પ્રસારિત થવા જઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમ દ્વારા મુસ્લિમ અને લઘુમતી સમુદાયો સુધી પહોંચવાની યોજના બનાવી છે. બીજેપી અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અયક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું કે દેશભરમાં ૨,૧૫૦ સ્થળોએ ’મન કી બાત’ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમાંથી ૨૦૦ કાર્યક્રમો ધાર્મિક સ્થળોએ યોજાશે. આ કાર્યક્રમો દેશભરમાં મદરેસા, દરગાહ, ચર્ચ અને ગુરુદ્વારામાં આયોજિત કરવામાં આવશે. મૌલવીઓ, મૌલાનાઓ અને મદરેસામાં ભણતા બાળકોને પણ આ કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવશે. સિદ્દીકીએ કહ્યું, ’અમે આ કાર્યક્રમનો રિપોર્ટ સતત બીજેપી અયક્ષ જેપી નડ્ડા સાથે શેર કરી રહ્યા છીએ. પાર્ટી અધ્યક્ષ સાથે સતત વિગતવાર ચર્ચા ચાલી રહી છે. કાર્યક્રમમાં મુસ્લિમ સમાજને જોડવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ આપવાના પ્રયાસો કરવામાં આવશે.
ભાજપ દેશભરમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં મન કી બાતના ૧૦૦ માં એપિસોડનું આયોજન કરશે. તેને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક પ્લાન તૈયાર કર્યો છે. પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓ, લોક્સભા અને રાજ્યસભાના સાંસદોને મતવિસ્તારો સોંપ્યા છે. સાંસદોને તેમના સંસદીય ક્ષેત્રમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. પાર્ટીના એક વરિષ્ઠ કાર્યર્ક્તાએ કહ્યું, પાર્ટી દરેક વિધાનસભા મતવિસ્તારમાં મંડલથી લઈને બૂથ સ્તર સુધી ૧૦૦ કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરી રહી છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પક્ષના ટોચના નેતાઓ તે દિવસે મન કી બાત કાર્યક્રમોમાં ભાગ લેનારા નેતાઓમાં સામેલ થશે. કેન્દ્ર સરકાર આ ખાસ પ્રસંગની યાદમાં ૧૦૦ રૂપિયાના સિક્કા બહાર પાડશે. નાણા મંત્રાલયના એક નિવેદન અનુસાર મન કી બાતના ૧૦૦મા એપિસોડના અવસર પર કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ રૂપિયાનો સિક્કો જારી કરવા માટે તૈયાર કરવામાં આવશે. જણાવી દઈએ કે આ કાર્યક્રમ ૩ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ વિજયાદશમીના અવસર પર શરૂ કરવામાં આવ્યો હતો. રેડિયો દ્વારા જનતા સાથે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના ૯૯ એપિસોડ પૂર્ણ થયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કી શ્રેણી, જે ૩ ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ વિજયાદશમીના અવસર પર ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રથમ વખત શરૂ કરવામાં આવી હતી તે ૩૦ એપ્રિલે તેના ૧૦૦મા એપિસોડના મહત્વપૂર્ણ સીમાચિહ્ન સુધી પહોંચશે.
વડાપ્રધાન દ્વારા સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં વિકાસ અને પરિવર્તન માટે પ્રેરણાદાયી કામ કરનારાઓને જે રીતે આ કાર્યક્રમના માયમથી પ્રોત્સાહિત કરાયા તેની અસર અને પાસાઓ અંગે ચર્ચા કરવા માટે ફિલ્મ અભિનેતા આમિર ખાન, અભિનેત્રી રવિના ટંડન અને ગ્રેમી એવોર્ડ વિજેતા પર્યાવરણવાદી રિકી કેજ સહિત દેશના અનેક દિગ્ગજો આ કોક્ધ્લેવના સત્રમાં જોડાશે.
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત થનાર આ કોક્ધ્લેવનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કરશે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ સાંજે સમાપન કરશે. ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ટપાલ ટિકિટ અને ૧૦૦ રૂ.ના સિક્કાનું વિમોચન પણ કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ તેમાં હાજરી આપશે. એક પ્રેસ કોન્ફરન્સમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ, અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન અને સમાપન સત્રો સિવાય કોક્ધ્લેવમાં ચાર સત્ર હશે, જેમાં દેશના વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ ભાગ લેશે. આ સત્રોમાં મન કી બાત કાર્યક્રમની સામાજિક અસર, કાર્યક્રમની સફળતા વગેરેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.