મુંબઇ,૨૪ એપ્રિલના રોજ મુંબઈના સન્મુખાનંદ હોલમાં દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ ખાસ દિવસ પર અભિનેત્રી વિદ્યા બાલન, ગાયિકા આશા ભોસલે અને ગાયક પંકજ ઉધાસ સહિત અનેક હસ્તીઓને વિવિધ કેટેગરીમાં દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એવોર્ડ સમારંભ દરમિયાન વિદ્યા બાલન ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. લતાજીની પ્રશંસક વિદ્યાએ એવોર્ડ સમારોહ દરમિયાન જણાવ્યું હતું કે, તેમને આ પ્રસંગે સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકર દ્વારા આપવામાં આવેલી સાડી પહેરી હતી.
વિદ્યાએ કહ્યું હતું કે, ’એક નવી અભિનેત્રી તરીકે હું હંમેશા લતા મંગેશકરજીને સાંભળતી રહી છું. હું ખૂબ જ કમનસીબ છું કે મને લતાજીએ ગાયેલા ગીતમાં અભિનય કરવાનો મોકો ન મળ્યો. એકવાર મેં તેને એવોર્ડ દરમિયાન જોયા હતા, તે સમયે હું તેમને જોતી જ રહી હતી. તે દરમિયાન કદાચ કોઈએ તેને મારા વિશે કહ્યું કે એક છોકરી તમને જોઈ રહી છે.
વિદ્યાએ કહ્યું કે, લગભગ એક અઠવાડિયાં પછી લતાજીએ મારા ઘરે સાડી મોકલી હતી. પછી મેં ઘણી હિંમત એકઠી કરી અને તેને એકવાર કોલ કર્યો હતો. તે સમયે ફોન પર જે પવિત્ર અવાજ સાંભળ્યો હતો તે આજે પણ મારા કાનમાં ગુંજે છે. તે સમયે મેં તેમનો આભાર માન્યો હતો. તેમની આ ભેટ મારા માટે તેમના આશીર્વાદ સમાન હતી.એવોર્ડ સમારંભ દરમિયાન વિદ્યા બાલને લાલ અને ગોલ્ડન બોર્ડરવાળી કાળી સાડી પહેરી હતી આજે લતાજીએ આપેલી સાડીમાં આ એવોર્ડ મેળવી રહી છું.
વિદ્યાએ આગળ કહ્યું- ’હું હંમેશાથી આ સાડી પહેરીને તેમને એક દિવસ દેખાડવા માંગતી હતી, પરંતુ કદાચ આજે આવું થવું હતું. આજે મને આ એવોર્ડ લતાજીએ આપેલી સાડીમાં મળ્યો છે. તે ખરેખર મારા માટે આશીર્વાદ સમાન છે. આ ખુશીના સમયમાં હું ધ્રૂજી રહી છું. મને આપવામાં આવેલ સન્માન બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા ભોંસલેને સંગીત ક્ષેત્રે તેમના યોગદાન માટે લતા મંગેશકર પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે આશા ભોંસલેને સંગીત ક્ષેત્રે તેમના યોગદાન માટે લતા મંગેશકર પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
આ પ્રસંગે ગાયિકા આશા ભોંસલેને ’લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાની મોટી બહેનને યાદ કરતાં આશાજીએ કહ્યું હતું કે, ’મારા માટે આ સૌથી આદરણીય એવોર્ડ છે. પરંતુ મારી ઈચ્છા હતી કે આ એવોર્ડ લતા દીદીના હાથમાંથી મળવો જોઈએ.
આશાજીએ બાળપણની ઘટનાઓને યાદ કરતાં, ભાઈ હૃદયનાથ મંગેશકર દ્વારા રચિત મરાઠી ગીત ’મોગરા ફુલલા’ ગાયું હતું, જે લતા મંગેશકરે પણ ગાયું હતું. આશા ભોંસલેનું આ ગીત સાંભળીને ત્યાં બેઠેલા દર્શકો જોરથી તાળીઓ પાડવા લાગે છે. ગાયક પંકજ ઉદાસને સંગીત ક્ષેત્રે તેમના યોગદાન બદલ માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા સ્વર્ગસ્થ માસ્ટર દીનાનાથ મંગેશકરની ૮૧મી પુણ્યતિથિ નિમિત્તે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ છેલ્લા ૩૩ વર્ષથી દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરે છે. આશા ભોસલે વિદ્યા બાલન ઉપરાંત, ફાઉન્ડેશને સંગીત, નાટક, કલા, તબીબી વ્યવસાયિક અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકોને સન્માનિત કર્યા છે.