મુંબઇ,કોરોના યુગમા ઓટીટી કન્ટેન્ટની પહોંચ ઝડપથી વધી છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે ઓટીટી ટૂંક સમયમાં ટીવી બંધ કરશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં આજે પણ લાખો લોકો ટીવી જુએ છે. અનુપમા સિરિયલ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી TRP લિસ્ટમાં ટોપ પર છે. ૨૦૨૩ માં જોડાવા પહોંચેલા હોટસ્ટાર ડિઝની પ્લસ અને સ્ટાર પ્લસના કન્ટેન્ટ હેડ ગૌરવ બેનર્જી કહે છે કે આજે અનુપમા સિરિયલ જોનારા લોકોની સંખ્યાથી એક રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે. તેથી જ ટીવી અને ઓટીટી વચ્ચે સ્પર્ધા ન હોઈ શકે, કારણ કે ટીવીની પહોંચ અલગ છે અને ઓટીટી હવે ત્યાં પહોંચી રહ્યું છે. જો કે વધુને વધુ લોકો માટે ઓટીટી સુલભ બનાવવા માટે ઓરિજનલ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ટીવીની હિટ સિરિયલોની યાદીમાં અનુપમા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને ગમ હૈ ક્સિી કે પ્યાર મેં જેવી સિરિયલો સામેલ છે. જેમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવી સિરિયલ છેલ્લા ૧૪ વર્ષથી સતત લોકોની પસંદ બની રહી છે. અનુપમા ઓટીટી લિસ્ટમાં નંબર ૧ અથવા નંબર ૨ પર યથાવત છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, લાખો લોકોની ફેવરિટ સિરિયલ અનુપમા બંગાળી શો શ્રીમોઈની રિમેક છે. આ સિરિયલમાં ઈન્દ્રાણી હલદર મુખ્ય ભૂમિકામાં હતી. તે જ સમયે, આ સીરિયલનું મરાઠી વર્ઝન પણ આવી ગયું છે, જેનું નામ આઈ કુઠે ક્યા કરતા હૈ છે. આ સિરિયલ પણ લોકોને પસંદ પડી હતી. આ સિરિયલ બંને ભાષામાં હિટ થયા પછી, તેનું હિન્દીમાં રિમેક થયું અને અનુપમા ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ બની ગઈ.
બીજી તરફ તારક મહેતા જેવી સિરિયલોને લાંબા સમયથી સારી ફેન ફોલોઈંગ છે. આજે પણ મોટી સંખ્યામાં ઘરેલુ મહિલાઓ અથવા ઓફિસથી ઘરે પહોંચતા લોકો છે, જેઓ ટીવી જોવાનું પસંદ કરે છે. યુવા પેઢીમાં ભલે ઓટીટીનો ક્રેઝ વયો હોય પણ ટીવી જોનારાઓની યાદી લાંબી છે.