ઘોઘંબા ખાતે નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ગોધરા,ઘોઘંબા ખાતે નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાંતાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પંચાયત કચેરી, આરોગ્ય વિભાગ, મધ્ય ગુજરાત વીજ કંપની, રેન્જ ફોરેસ્ટ વિભાગ,પી ડબ્લ્યુ ડી પંચાયત, આઈસીડીએસ, નાની સિંચાઈ યોજના, મામલતદાર કચેરી, પાણી પુરવઠા વગેરે કચેરીઓને લગતા લોકોના તાલુકા સ્વાગતના 11 પ્રશ્ર્નો અને ગ્રામ્ય સ્વાગતના 136 પ્રશ્ર્નો તાલુકા સ્વાગતમાં રજૂ કરાયા હતા. જેનો સ્થળ પર નિકાલ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જે લોકોના પ્રશ્ર્નો હતા તે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.